લાંચ ન મળતાં બાળકોના જન્મના પ્રમાણપત્રમાં 100 વર્ષ જોડી દીધાં

23 January, 2020 07:51 AM IST  |  Bareilly

લાંચ ન મળતાં બાળકોના જન્મના પ્રમાણપત્રમાં 100 વર્ષ જોડી દીધાં

પ્રતીકાત્મક તસવીર

લાંચ માગવી અને આપવી એ સામાજિક અપરાધ છે, પરંતુ જો લાંચ આપવાની ના પાડવામાં આવે તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે એ આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. જોકે આ કિસ્સામાં લાંચ માગવામાં આવી હોવાનું ન માનવા માટે કોઈ કારણ નથી બનતું.
ઉત્તર પ્રદેશના બરેલીમાં લાંચ ન મળતાં ગ્રામીણ વિકાસપ્રધાન સુશીલચંદ્ર અગ્નિહોત્રી અને ગ્રામપ્રધાન પ્રવીણ મિશ્રએ અરજી કરનારના બે ભત્રીજાઓની ઉંમરમાં સીધાં ૧૦૦ વર્ષ જોડી દીધાં હતાં.

અરજીકર્તા પવનકુમારે આ બન્ને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરતાં બરેલીની સ્પેશ્યલ કોર્ટે ખાસ તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : જયપુરના એક ગામમાં લોકો માણસ જેવી આંખવાળી બકરીની પૂજા કરે છે

બરેલીના બોલા ગામે રહેતા પવનકુમારે તેમના બન્ને ભત્રીજાના જન્મનું પ્રમાણપત્ર બનાવવા માટે ઑનલાઇન અરજી કરી હતી, પણ વીડીઓ અને ગ્રામપ્રધાને પ્રતિ પ્રમાણપત્ર ૫૦૦ રૂપિયાની લાંચ માગી અને પવનકુમારે લાંચ આપવાની ના પાડતાં જન્મના પ્રમાણપત્ર પર ચાર વર્ષના છોકરાની વય ૧૦૪ વર્ષ અને બે વર્ષના છોકરાની વય ૧૦૨ વર્ષ લખી નાખી.

bareilly offbeat news hatke news