બાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન

25 February, 2021 07:30 AM IST  |  Birmingham

બાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન

મીણબત્તી પર બાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન ચીતરવાનું ટીનેજરનું પૅશન મસ્ત ટંકશાળ પાડતું પ્રોફેશન બની ગયું

બ્રિટનના બર્મિંગહૅમની રહેવાસી ૧૮ વર્ષની ઍમી સિન્ડી ડેવિડસનનો ચિત્રકળાનો શોખ વ્યવસાયમાં પલટાઈ ગયો છે. લૉકડાઉનના સમયગાળામાં ઘણા લોકો ઘરનાં કામો કરતા હતા અને ઘણા ઑફિસનું કામ (વર્ક ફ્રૉમ હોમ) કરતા હતા ત્યારે બ્રિટનના બર્મિંગહૅમની ઍમી નામની ટીનેજરે તેની ચિત્રકળાની ટૅલન્ટને આધારે નવો બિઝનેસ વિકસાવ્યો છે. બાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો કસબ તેને ઉપયોગી થયો છે. ઍમી દર અઠવાડિયે એવી પચીસ મીણબત્તી બનાવે છે. એ દરેક મીણબત્તીની કિંમત ૧૧.૨૦ પાઉન્ડ (અંદાજે ૧૧૪૭ રૂપિયા) છે. ઍમીની કલાકારીગરીનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ લોકપ્રિય થયો છે.

birmingham offbeat news hatke news international news