બિહારના અંતરિયાળ ગામમાં કાંદા ખાવા પર છે પ્રતિબંધ

27 November, 2019 09:43 AM IST  |  Bihar

બિહારના અંતરિયાળ ગામમાં કાંદા ખાવા પર છે પ્રતિબંધ

કાંદા

કાંદાના ભાવે હાલમાં સોનો આંકડો પાર કર્યો છે એટલે કાંદા પ્રેમીઓને ચિંતા થતી હશે, પણ બિહારમાં એક એવું ગામ છે જ્યાં કોઈનાય ઘરે કાંદા કે લસણ ખવાતાં જ નથી. ભાવ વધવાને એની સાથે કોઈ લેવાદેવા નથી. દાયકાઓથી આ ગામમાં કાંદા પર પ્રતિબંધ છે. કેમ? એ ખબર નથી. જહાનાબાદ જિલ્લામાં આવેલું ત્રિલોકી બિગહા ગામ માંડ ૪૦-૫૦ ઘરો ધરાવે છે, પણ આ ગામના એકેય ઘરમાં કાંદા-લસણ નથી વપરાતાં. આ સાંભળીને તમને થશે કે શું આખું ગામ જૈન છે? ના, મોટા ભાગના લોકો યાદવ છે. ગામમાં ઠાકોરવાડી તરીકે જાણીતું મંદિર છે. એ મંદિરના ઠાકોરજીને કારણે ગામમાં કાંદા ખાવા પર પ્રતિબંધ મુકાયો હતો જે આજે પણ જારી છે.

આ પણ વાંચો : જિરાફના અનાથ નવજાત બચ્ચાંને ડૉગીએ દત્તક લીધું

ચાર-પાંચ દાયકા પહેલાં કોઈ પરિવારે આ નિયમ તોડવાની કોશિશ કરી હતી, પણ એને કારણે તેના ઘરમાં અશુભ ઘટના ઘટી હતી. આ વાતને જોડીને હવે ગામમાં કોઈ કાંદા લાવવાનું પણ વિચારતું નથી.

bihar offbeat news hatke news