આસમાનમાંથી પડ્યો રહસ્યમય પત્થર, ચુંબક પણ ચિપકી જાય છે

25 July, 2019 09:00 AM IST  |  બિહાર

આસમાનમાંથી પડ્યો રહસ્યમય પત્થર, ચુંબક પણ ચિપકી જાય છે

આસમાનમાંથી પડ્યો રહસ્યમય પત્થર

બિહારના મધુબની જિલ્લાના લૌકહી પાસેના એક ખેતરમાં આસમાનમાંથી એક પત્થર પડ્યો હોવાની ઘટના બની. એ પત્થરનું વજન લગભગ ૧૫ કિલો જેટલું છે અને એ આસપાસના વિસ્તારોમાં જબરા કુતૂહલનો વિષય બની ગયો છે. જિલ્લા અધિકારીઓએ આ પત્થરને જપ્ત કરીને કોષાગારમાં રાખી લીધો છે. પ્રેસ-કૉન્ફરસ કરીને આ પત્થરની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની વાત પણ કરી છે.

આ પણ વાંચો: મૂન શૂઝ તરીકે ઓળખાતા દુર્લભ સ્નીકર્સ 3 કરોડ રૂપિયામાં વેચાયાં

કોરિયાહી ગામના ખેતરમાં સોમવારે બપોરે ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખૂબ જોરદાર અવાજ સાથે આકાશમાંથી એક પત્થર આવી પડ્યો. જ્યાં એ પડ્યો ત્યાં ૪ ફુટ ઊંડો ખાડો થઈ ગયો. આ ઘટના વખતે હલકો વરસાદ આવી રહ્યો હતો અને છતાં પત્થર એ વખતે ગરમ હતો. સ્ટોન હોવા છતાં એની પર ચુંબક આકર્ષાય છે એટલે એમાં લોહતત્વ હોવાની સંભાવના છે. 

bihar offbeat news hatke news