99 મોબાઇલ લઈને ફરતા આર્ટિસ્ટે બર્લિનના રોડ પર ટ્રાફિક જૅમનો ભ્રમ સરજ્યો

05 February, 2020 07:44 AM IST  |  Berlin

99 મોબાઇલ લઈને ફરતા આર્ટિસ્ટે બર્લિનના રોડ પર ટ્રાફિક જૅમનો ભ્રમ સરજ્યો

આર્ટિસ્ટ

જર્મનીના બર્લિનમાં ટીખળખોર સિમોન વેકર્ટ ૯૯ સ્માર્ટફોન લઈને બર્લિનના રસ્તા પર નીકળ્યો અને ગુગલ-મૅપ્સ પર વર્ચ્યુઅલ ટ્રાફિક જૅમ કર્યો હતો. આર્ટિસ્ટ સિમોન વેકર્ટે ડ્રાઇવિંગના દિશાસૂચન માટે ગૂગલના ઍપ સાથે જોડાયેલા ૯૯ સ્માર્ટફોન્સ વેબ મૅપિંગ સર્વિસમાં ગોલમાલ કરી હતી. વેકર્ટના આ સાહસને કારણે ગૂગલના ઇન્ટર ઍક્ટિવ મૅપ પર બધાને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જૅમ હોવાથી ત્યાંથી જવાનું ટાળવાનો અનુરોધ કરવામાં આવતો હતો. 

યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા સિમોન વેકર્ટને નાનકડી હાથગાડીમાં ૯૯ સ્માર્ટફોન્સ મૂકીને જતો બતાવવામાં આવ્યો હતો. આર્ટિસ્ટ સિમોનની ટ્રિકને કારણે ગૂગલ મૅપ્સની ટેક્નૉલૉજી સિસ્ટમમાં રસ્તો લીલા રંગને બદલે લાલ રંગનો દેખાતો હતો. લાલ રંગનો અર્થ એ રસ્તા પર ખૂબ ટ્રાફિક હોવાનો થાય છે.

આ પણ વાંચો : ટેક્નૉલૉજી સ્ટુડન્ટ્સે મકાઈના લોટમાંથી બનાવ્યું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક

સિમોન વેકર્ટે તેની વેબસાઇટ પર લખ્યું હતું કે ‘ઇન્ટર ઍક્ટિવ મૅપિંગ સર્વિસે નકશા વિશેની આપણી સમજ બદલી નાખી છે. ગૂગલની ઍપ્લિકેશને એરબીએનબી અને ડિલિવરલૂ જેવી બીજી ઍપ્સ સાથે સંવાદ સાધીને નવું ડિજિટલ કૅપિટલિઝમ સ્થાપ્યું છે.’

berlin offbeat news hatke news