જાણો કેમ આ ભાઈ નિર્વસ્ત્ર હાલતમાં ભૂંડની પાછળ દોડ્યો, આ છે એનું કારણ

09 August, 2020 07:07 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

જાણો કેમ આ ભાઈ નિર્વસ્ત્ર હાલતમાં ભૂંડની પાછળ દોડ્યો, આ છે એનું કારણ

જંગલી ભૂંડ લૅપટૉપની બૅગ લઈને નાઠું,

જર્મનીના બર્લિન શહેરમાં નદીકિનારે સૂર્યસ્નાન કરવા સૂતેલા એક માણસને અણધાર્યો અનુભવ થયો. સનબાથ માટે સાવ વસ્ત્રહીન અવસ્થામાં સૂતેલા માણસ પાસે એક લૅપટૉપની બૅગ હતી. એ બે લઈને એક જંગલી ભૂંડ નાસી જતું હતું ત્યારે એના મોઢામાંથી બૅગ છોડાવવા માટે એ માણસ નિર્વસ્ત્ર હાલતમાં દોડી ગયો હતો. ફેસબુક પર ભૂંડની પાછળ ભૂંડી હાલતમાં દોડી રહેલા માણસની તસવીરો જબરી વાઇરલ થઈ હતી. ટ્વિટર-યુઝરે તસવીરો શૅર કરતાં સાથે લખ્યું હતું કે ‘પેલો ભાઈ સૂર્યસ્નાન કરનારા અન્યોની માફક નદીમાં નાહવા ગયો હતો. એ વખતે કિનારે મૂકવામાં આવેલા એના બૅકપૅકમાંથી પીત્ઝા માદા ભૂંડ અને એનાં બચ્ચાં ખાઈ ગયાં હતાં, પરંતુ ત્યાર પછી એમને કઈંક ડિઝર્ટ ખાવાનું મન થયું એટલે લૅપટૉપની બૅગ ઉપાડીને ભાગવા માડ્યું હતું.’   

germany berlin offbeat news hatke news