આ ભાઈ 32 વર્ષથી ડિનરમાં ફ્રાઇઝ અને હૉટડૉગ જ ખાય છે

24 February, 2020 07:44 AM IST  |  Belgium

આ ભાઈ 32 વર્ષથી ડિનરમાં ફ્રાઇઝ અને હૉટડૉગ જ ખાય છે

બેલ્જિયમના સ્કેફેન શહેરમાં રહેતા ૪૫ વર્ષના રુડી ગિબેલ્સ છેલ્લાં ૩૨ વર્ષથી રોજ રાતે ડિનરમાં ફ્રાઇઝ અને હૉટડૉગ ખાઈ રહ્યા છે છતાં સ્વસ્થ છે. નવાઈની વાત એ છે કે એમ છતાં ભાઈસાહેબ બધી રીતે હેલ્ધી છે. સામાન્યપણે વધુપડતું ફાસ્ટફૂડ ખાવાથી લોકોને જે બીમારી થાય છે એવી કોઈ બીમારી તેમને નથી થઈ. જોકે ડૉક્ટરોનું માનવું છે કે જન્ક ફૂડ ખાવાથી ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ અને હાર્ટની તકલીફનો ભય તો છે જ. કદાચ ગિબેલ્સનો કેસ અપવાદરૂપ હોઈ શકે છે, પરંતુ પ્રત્યેક વ્યક્તિ સાથે આમ થવું સંભવ નથી. 

ટીનેજમાં ગિબેલ્સની મમ્મી ફળ અને શાકભાજીથી ભરપૂર લંચની શરતે ડિનરમાં ફાસ્ટફૂડ ખાવા આપતી હતી જે સમય જતાં તેમની આદત બની ગઈ હતી. બેલ્જિયમનાં અખબારોએ તેને ધી અલ્ટિમેટ બેલ્જિયનનો અવૉર્ડ આપ્યો છે.

belgium offbeat news hatke news