સૉકર મૅચ જોવા સ્ટેડિયમમાં દર્શક તરીકે લોકોનાં પૂતળાં અને કટઆઉટ્સ મુકાયા

12 April, 2020 07:12 AM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

સૉકર મૅચ જોવા સ્ટેડિયમમાં દર્શક તરીકે લોકોનાં પૂતળાં અને કટઆઉટ્સ મુકાયા

સ્ટેડિયમમાં દર્શકોની સીટ પર પૂતળાં, કટઆઉટ્સ અને મેનેકિન્સ

યુરોપમાં સૉકરનો ક્રેઝ અજીબોગરીબ છે. નવાઈની વાત એ છે કે લૉકડાઉનના દિવસોમાં યુરોપમાં કાર્યરત જૂજ સૉકર ક્લબ્સમાં મૅચ રમાય છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે બેલારુસમાં સૉકર રમાય છે. બેલારુસની પ્રોફેશનલ સૉકર લીગના પ્રેસિડન્ટ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કો કોરોનાના રોગચાળાને ગણકારતા નથી અને લૉકડાઉનનું તેમને મન કોઈ મહત્ત્વ નથી. તેમણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફુટબૉલપ્રેમીઓને રીઝવવા સૉકર મૅચ યોજી હતી. એમાં ઘેરબેઠાં ફુટબૉલ જોનારાઓ માટે ફૉરેન બ્રૉડકાસ્ટ રાઇટ્સના કૉન્ટ્રૅક્ટ્સ સાઇન કર્યા, વર્ચ્યુઅલ ઑનલાઇન ટિકિટ્સ વેચી અને સૌથી મોટું આયોજન તો આશ્ચર્યમાં મૂકી દે એવું હતું. લૉકડાઉનને લીધે મોટા ભાગના લોકો મૅચ જોવા આવતા નહો વાથી સ્ટેડિયમ ખાલી ન દેખાય એ માટે પણ લુકાશેન્કોએ ગોઠવણ કરી હતી. તેમણે સ્ટેડિયમમાં દર્શકોની સીટ પર પૂતળાં, કટઆઉટ્સ અને મેનેકિન્સ મૂકી દીધાં હતાં જેથી ખેલાડીઓને માનસિક રીતે એમ લાગે કે તેમના દર્શકો અને ચાહકો સામે જ બેઠા છે.

europe offbeat news hatke news international news