10 વર્ષથી ભીખ માગતી આ મહિલાના બૅન્ક અકાઉન્ટમાંથી મળ્યા 6.37 કરોડ રૂપિયા

06 October, 2019 09:38 AM IST  |  લેબનન

10 વર્ષથી ભીખ માગતી આ મહિલાના બૅન્ક અકાઉન્ટમાંથી મળ્યા 6.37 કરોડ રૂપિયા

આ બીખ માગતી મહિલાના અકાઉન્ટમાંથી મળ્યા 6.37 લાખ

લેબનનમાં એક મહિલા ભિક્ષુક આજકાલ ચર્ચામાં છે. આમ તો વાફા મોહમ્મદ અવદ સિદોન નામનાં આ બહેન સઇદા શહેરમાં ફુલટાઇમ ભીખ માગવાનું કામ કરે છે અને શહેરની હૉસ્પિટલની બહાર બેસતી હોય છે. ખૂબ સાદગીપૂર્વક તે જીવે છે. જોકે તેના બૅન્કમાં કરોડો રૂપિયાની રકમ છે. આ વાતનો ખુલાસો ત્યારે સામે આવ્યો જ્યારે તે બહુ મોટી રકમ એક બૅન્કમાંથી બીજી બૅન્કમાં ટ્રાન્સફર કરવા માટે બૅન્કમાં ગઈ હતી. તેણે જ્યારે રકમ ટ્રાન્સફર કરવા ચેક બૅન્કમાં રજૂ કર્યો ત્યારે એ રકમ એટલી મોટી હતી કે બૅન્ક પાસે પણ એટલી રકમ નહોતી. તેના અકાઉન્ટમાં ૧.૨૫ અબજ લેબનીઝ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૯ લાખ અમેરિકન ડૉલર જેટલી રકમ હતી. આ રકમને જો ભારતીય કરન્સીમાં કન્વર્ટ કવામાં આવે તો ૬.૩૭ કરોડ રૂપિયાથી વધુ થાય. વાફાબહેન જે હૉસ્પિટલની બહાર બેસે છે ત્યાંની નર્સો અને ડૉક્ટરોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ અચંબિત થઈ ગયા.

આ પણ વાંચો : એક મહિનાથી ઘરે જ હતી કાર, તો પણ કપાયું ચલણ!

વાફા લગભગ દસ વર્ષથી સઇદા શહેરમાં ભીખ માગીને રહે છે. તેની રહેણીકરણી પણ એટલી સાદી છે કે તેની પાસે કરોડો રૂપિયા બૅન્કમાં પડ્યા હશે એ વાત માન્યામાં ન આવે.

offbeat news hatke news