રીંછભાઈ ફળિયામાં પડેલું ડૉગ-ફૂડ તફડાવી ગયા

25 March, 2020 07:33 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

રીંછભાઈ ફળિયામાં પડેલું ડૉગ-ફૂડ તફડાવી ગયા

રીંછ ડૉગ-ફૂડનું પૅકેટ તફડાવી ગયું

કૅલિફૉર્નિયાના એક ઘરની બહારના ડોરબેલ પાસેના સીસીટીવી કૅમેરામાં અનોખી ચોરીનું દૃશ્ય ઝડપાયું છે. એક રીંછ ડૉગ-ફૂડનું પૅકેટ તફડાવી ગયું હતું. ગયા ગુરુવારે કૅલિફૉર્નિયાના ક્રેસ્ટવ્યુ પ્રાંતના એક ઘરની બહાર ડિલિવરીબૉય ૪૦ પાઉન્ડનું ડૉગ-ફૂડનું બૉક્સ મૂકીને ગયો હતો. ત્યાર પછી વીસેક મિનિટમાં એ મોટું બૉક્સ મોઢા વડે ખેંચીને લઈ જતું રીંછ જોવા મળે છે. ત્યાર પછી રીંછ એમાંથી અડધું ફૂડ ખાઈ ગયું હતું. જોકે પછીથી શોધખોળ કરતાં થોડું ડૉગ-ફૂડ પાછું મેળવી શકાયું હતું.

california offbeat news hatke news