રીંછે કર્યો પોલ ડાન્સ, માઈકલ જેક્સન સાથે થઈ રહી છે સરખામણી, જુઓ વીડિયો

03 June, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રીંછે કર્યો પોલ ડાન્સ, માઈકલ જેક્સન સાથે થઈ રહી છે સરખામણી, જુઓ વીડિયો

રીંછનો પોલ ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ ફોટોઝ અને વીડિયોઝ ઘણા વાઈરલ થતા જોવા મળી રહ્યા છે અને એ લોકોને પસંદ પણ આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. જંગલમાં તેઓ ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે અને ખાવા માટે શિકારની શોધમાં નીકળી પડ્યા છે. હાલ એક રીંછના ડાન્સનો વીડિયો ઘણા વાઈરલ થઈ રહ્યો છે, એ જોઈને તમે હસી-હસીને પાગલ થઈ જશો.

એક રીંછ વિજળીના ખાંભાને વળગીને તેની પીઠ ખંજવાળતું હતું. પરંતુ લોકોએ એનો પરફેક્ટ પોલ ડાન્સનો વીડિયો કેપ્ચર કરી લીધો. આ વીડિયો ઈન્ડિયન ફૉરેસ્ટ સર્વિસની ઑફિસર સુધા રામેનએ શૅર કર્યો છે, જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને જબરદસ્ત વાઈરલ પણ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે રીંછ વિજળીના ખાંભાને વળગ્યો છે અને પોતાની કમરને લચકાવીને ડાન્સ કરવા લાગે છે. 13 સેકન્ડનો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર એવું જ લાગે છે કે તે પોલ ડાન્સ કરી રહ્યો છે. ઘણા લોકો એની સરખામણી માઈકલ જેક્સન સાથે કરી રહ્યા છે.

વીડિયો શૅર કરતા વન વિભાગની ઑફિસર સુધા રામેને લખ્યું, શું તમે રીંછનો પોલ ડાન્સ જોયો?. પરંતુ આ ડાન્સિંગ વીડિયો નથી. સામાન્ય રીતે નર રીંછ પોતાને ગંધમુક્ત કરવા માટે ઝાડ અને આવા ખાંભાને વળગીને શરીર પર ખંજવાળે છે.

આ વીડિયો એમણે 31 મેએ શૅર કર્યો હતો, આ વીડિયોને 9000થી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 400થી વધારે લાઈક્સ અને 88 લોકોએ આ ટ્વિટને રિ-ટ્વિટ કરી ચૂક્યા છે. આ વીડિયો જોઈને લોકો એના પર જાત-જાતની પ્રતિક્રિયા કરવા લાગ્યા છે.

offbeat news hatke news national news wildlife