આ રેસ્ટોરાંમાં લંચ કે ડિનરમાં પાન્ડા કંપની આપશે

17 May, 2020 07:27 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

આ રેસ્ટોરાંમાં લંચ કે ડિનરમાં પાન્ડા કંપની આપશે

રેસ્ટોરાંમાં લંચ કે ડિનરમાં પાન્ડા કંપની આપશે

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં એક રેસ્ટોરાંમાં ટેબલ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ક્યુટ પાન્ડાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

કોરોના વાઇરસને કારણે બૅન્ગકૉકમાં પણ લૉકડાઉન લાગુ કરાયું હતું જેમાં તમામ રેસ્ટોરાં પણ બંધ હતી, પરંતુ હવે થાઇલૅન્ડમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાતાં સરકારે અમુક શરતો સાથે લૉકડાઉન હળવું કર્યું છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા લોકોને રેસ્ટોરાંમાં જવાની છૂટ પણ આપી છે.

આ છૂટનું પાલન કરતાં બૅન્ગકૉકની એક રેસ્ટોરાંએ દરેક ટેબલ પર એક ખુરસી મૂકીને અને રેસ્ટોરાંમાં આવનારા ગ્રાહકોને એકલું ન લાગે એટલે સામેની ખુરસી પર પાન્ડા બેસાડ્યા છે. બૅન્ગકૉકના લોકોને રેસ્ટોરાંના માલિકનો આ આઇડિયા ખૂબ ગમ્યો છે.

thailand bangkok offbeat news hatke news international news