કોચીના મંદિરના પુનઃનિર્માણ માટે બૅન્ગલોરના સોની 700 કરોડનું દાન આપશે

19 November, 2020 09:21 AM IST  |  Kochi | Gujarati Mid-day Correspondent

કોચીના મંદિરના પુનઃનિર્માણ માટે બૅન્ગલોરના સોની 700 કરોડનું દાન આપશે

સુવર્ણના વેપારી ગણશ્રવણ

કેરળના કોચીસ્થિત ચોટ્ટીનકારા મંદિરના પુનર્નિર્માણ માટે બૅન્ગલોરના ગણશ્રવણ નામના સુવર્ણના વેપારીએ ૭૦૦ કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ધાર જાહેર કર્યો છે. એ વેપારીનો ચોટ્ટીનકારા મંદિરમાં દેવીની પૂજાનો વર્ષોનો નિયમ છે. દેવીના આશીર્વાદથી સતત આર્થિક પ્રગતિ  થઈ હોવાનું ગણશ્રવણ શ્રદ્ધાપૂર્વક માને છે. તેથી માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દાન આપતા હોવાનું ગણશ્રવણે જણાવ્યું હતું. દાનની કુલ રકમમાંથી ૩૦૦ કરોડ રૂપિયા મુખ્ય મંદિરના પુનઃનિર્માણ‍માં વપરાશે. મંદિરના ગર્ભગૃહને સોનાના પતરે મઢવામાં આવશે. મંદિરના પૂર્વ અને પશ્ચિમના દ્વાર પાસે વિશાળ ગોપુરમ બાંધવામાં આવશે.

બાકીની રકમ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ, ૩૦૦ રૂમ ધરાવતાં ૭ ગેસ્ટહાઉસ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વૉટર સપ્લાય સ્કીમ અને બે રિન્ગ રોડ પહોળા કરવામાં ખર્ચાશે.

national news kochi bengaluru offbeat news hatke news