મદનિયાને બચાવી ખભા પર ઊંચકીને મા સાથે કરાવ્યું મિલન

08 April, 2021 09:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૪ એપ્રિલે શૅર કરવામાં આવેલા એ વિડિયોના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા છે

મદનિયાનો કિસ્સો ઘણો લોકપ્રિય થયો છે

ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના અમલદાર સુશાંત નંદાએ સોશ્યલ મીડિયા પર વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બર મહિનાની ઘટનાનો વિડિયો શૅર કર્યો છે. ૪ એપ્રિલે શૅર કરવામાં આવેલા એ વિડિયોના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા છે. તામિલનાડુના મેટ્ટુપુલમ જંગલની એક નહેરમાં કાદવમાં ફસાઈ ગયેલા મદનિયાનો કિસ્સો ઘણો લોકપ્રિય થયો છે. ફૉરેસ્ટ ગાર્ડ પલનીસામી સરથકુમાર આ મદનિયાને બચાવીને એની મા પાસે લઈ ગયા હતા. મદનિયાને બચાવવાની તસવીર ટ્વિટર પર નીતા બાજપાઈએ શૅર કરી છે.

offbeat news national news viral videos