કમાલઃ છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ બનાવાયો ઑસ્ટ્રિયામાં

06 March, 2020 07:42 AM IST  |  Austria

કમાલઃ છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ બનાવાયો ઑસ્ટ્રિયામાં

છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ

ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના સંશોધકોએ છત્રીની માફક ખૂલતા અને બંધ થતા બ્રિજ માટેનું કામ પૂરું કર્યું છે. ટેક્નૉલૉજીના સંશોધન માટે બનાવેલો પ્રથમ બ્રિજ ૨૩૬ ફુટ લાંબો છે. ઑસ્ટ્રિયા અને હંગેરી વચ્ચે જ્યાં નવો મોટરવે બંધાય છે એવા લાફનિત્ઝ નદીના સાંકડા પટને આવરી લે છે. નદીની ઉપર બ્રિજનું વર્ટિકલ ઍસેમ્બલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બૅન્ડેબલ હાયડ્રોલિક જૉઇન્ટ્સ વડે બ્રિજને સહેજ ઝુકાવવામાં આવ્યો છે. એ ભાગ છત્રીની અંદરની ફ્રેમ જેવો દેખાય છે. થાંભલાની ઉપર બે ગર્ડર્સ કનેક્ટ કરવામાં આવ્યા છે. એ જૉઇન્ટને હાયડ્રોલિક સિસ્ટમ્સ વડે નીચે નમાવ્યા બાદ બન્ને બાજુ ગર્ડર્સ ખૂલે છે. આ બ્રિજને સેન્ટ્રલ લોકેશન પર ઍસેમ્બલ કર્યા પછી બન્ને બાજુ પૂર્ણ રૂપે વિસ્તારી શકાય છે.

આ પણ વાંચો : ધગધગતા જ્વાળામુખીના માથે બાંધ્યું દોરડું ને એના પર ચાલ્યો ડેરડેવિલ

જોખમી ક્ષેત્રોમાં જ્યાં બ્રિજની જરૂર હોય ત્યાં આ ટેક્નૉલૉજી ખૂબ ઉપયોગી છે, કારણ કે એન્જિનિયર્સ માટે વિકટ સંજોગો ધરાવતાં ક્ષેત્રોમાં બ્રિજ બાંધવાનું કામ ખૂબ અઘરું હોય છે. 

austria offbeat news hatke news