પિતાને જે રીતે સાપે બચકું ભરેલું એવું જ દીકરા સાથે પણ થયું

14 July, 2020 07:38 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

પિતાને જે રીતે સાપે બચકું ભરેલું એવું જ દીકરા સાથે પણ થયું

પિતાને જે રીતે સાપે બચકું ભરેલું એવું જ દીકરા સાથે પણ થયું

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૉબર્ટ ઇરવિન નામના એક ટીનેજરને સાપ દંશ મારે છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલાં રૉબર્ટ ઇરવિનના પિતા સ્ટીવ ઇરવિન સાથે પણ આવી જ ઘટના બની હતી.

આ વિડિયોમાં રૉબર્ટ બે વર્ષનો છે. રૉબર્ટના પિતા સ્ટીવ ઇરવિન ઑસ્ટ્રેલિયાના વન્ય જીવોના સંરક્ષણવાદી તેમ જ જાણીતા ટેલિવિઝન પર્સનાલિટી હતા. ૧૬ વર્ષનો રૉબર્ટ પણ તેના પિતાની જેમ જ વન્ય જીવોના બચાવ અને સંરક્ષણ માટે કામ કરી રહ્યો છે અને ઑસ્ટ્રેલિયાના પ્રાણી સંગ્રહાલયમાં કામ કરવા ઉપરાંત પોતાની ડૉક્યુમેન્ટરી બનાવી રહ્યો છે. શનિવારે તેણે એક કાર્પેટ પાયથનને બચાવ્યા બાદ ઍનિમલ સિરીઝ માટે ફિલ્મ બનાવી રહ્યો હતો એ વખતે થેલીમાંથી તે પાયથનને બહાર કાઢી રહ્યો હતો ત્યારે તેણે રૉબર્ટને બચકું ભર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર પોતાના પર સાપના હુમલાનો વિડિયો મૂકવા સાથે તેણે તેના પિતા સાથે બનેલી સમાન ઘટનાનો વિડિયો પણ મૂક્યો છે.

international news israel offbeat news hatke news