પાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું

24 February, 2021 07:27 AM IST  |  Australia

પાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું

ઘેટુ

ઑસ્ટ્રેલિયાના લેન્સફીલ્ડની એડગર્સ મિશન નામની સંસ્થાના કાર્યકરોએ એક ઘેટાને નવજીવન આપ્યું છે. કાર્યકરો ‘બરાક’ના હુલામણા નામે એને ઓળખે છે. વર્ષો સુધી જંગલ કે વેરાન પ્રદેશમાં ભટકતાં-ભટકતાં એ ઘેટું આ સંસ્થાના કાર્યકરોને હાથ લાગ્યું હતું. લગભગ પાંચેક વર્ષથી તેના શરીર પર ઊનનો ભાર વધી જતાં તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. ઊનના ફેલાવાને કારણે એને જોવામાં ઘણ‌ી તકલીફ પડતી હતી. એડગર્સ મિશનના કાર્યકરોએ એ ઘેટાનું મુંડન કરતાં ૩૪ કિલો ૨૦૦ ગ્રામ ઊન ઊતર્યું હતું. મુંડન તથા અન્ય સારવાર કરીને મિશનના કાર્યકરોએ બરાકને નવજીવન બક્ષ્યું છે.

offbeat news hatke news international news australia