જોઈ લો, અવકાશયાન પરથી સૂર્યોદય આવો દેખાય છે

29 July, 2020 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોઈ લો, અવકાશયાન પરથી સૂર્યોદય આવો દેખાય છે

અવકાશયાન પરથી સૂર્યોદય આવો દેખાય છે

અવકાશયાનમાં જવાનું ગજું સૌનું તો ન હોય, પણ ત્યાં ગયેલા કેટલાક ઍસ્ટ્રોનૉટ્સ દ્વારા શૅર થયેલી તસવીરો અને વિડિયો અવકાશનાં અનેક રહસ્યો ઉજાગર કરતા રહે છે. ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા ઍસ્ટ્રોનૉટ બૉબ બેનકેને મોકલેલી કેટલીક તસવીરોએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જબરું આકર્ષણ જમાવ્યું છે. વાત એમ છે કે બૉબે સૂર્યનાં પ્રથમ કિરણોની તસવીરો લેવાની કોશિશ કરી છે. ચાર તસવીરો લીધી છે જેમાં એકદમ કાળા ડિબાંગ અંધારા વચ્ચેથી પ્રકાશનાં કિરણો ઊગી રહ્યાં છે. પ્રકૃતિનું એ ચમત્કારિક સૌંદર્ય તસવીરોમાં નિહાળીને નેટિઝન્સ એની ભવ્યતા અને સુંદરતા વર્ણવવામાં વ્યસ્ત થઈ ગયા છે. એક જણે કમેન્ટ્સમાં લખ્યું કે ‘બૉબ, તું ખૂબ સારો ફોટોગ્રાફર છે. તું લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં રહે અને આવી અફલાતૂન તસવીરો મોકલતો રહે એવી અમારી વિનંતી છે.’

international space station offbeat news hatke news international news