એક મહિલા માટે સરનેમ બની મુસીબત, નોકરી આપવા કોઈપણ તૈયાર નથી, જાણો કેમ

25 July, 2020 07:29 PM IST  |  Guwahati | Gujarati Mid-day Online Correspondent

એક મહિલા માટે સરનેમ બની મુસીબત, નોકરી આપવા કોઈપણ તૈયાર નથી, જાણો કેમ

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ વ્યક્તિને પોતાના નામની સાથે સરનેમ તેના જન્મ બાદ માતા-પિતા, પરિવાર અથવા તો સમાજ તરફથી મળે છે. પણ એક મહિલા માટે તેની સરનેમ મુસીબત બની ગઈ છે અને તેના કારણે એને કશે પણ નોકરી મળતી નથી.

હકીકતમાં આ ઘટના ગુવાહાટીના આસામમાં રહેતી એક આદિવાસી મહિલાને એના સરનેમના કારણે નોકરીમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યા છે. છોકરીનું કહેવું છે કે એના સરનેમના લીધે જૉબ એપ્લિકેશન્સ રિજેક્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને એક પ્રકારનો બાકાતનો સામનો કરવો પડ્યો.

મળેલી માહિતી અનુસાર ગુવાહાટીની આ મહિલાએ નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી માટે અરજી કરી હતી. આ એપ્લિકેશન દરમિયાન Chutia સરનેમ રહેવાથી કંપનીએ એની અરજી નકારી દીધી. મહિલાએ કીધું કે તે વારંવાર પ્રયત્ન કરતી રહી કે એપ્લિકેશન એક્સેપ્ટ થઈ જાય, પણ એની વાત પણ નકારવામાં આવી હતી.

આ પછી તેણે પોતાનો રોષ ઠાલવ્યો. તેમણે ફેસબુક પર લખ્યું છે કે ઈન્ટરવ્યુ દરમિયાન લોકો અટક જોઈને હસતા હતા અને ઘણી વાર નોકરીની અરજી નકારી દેવામાં આવી હતી. પ્રિયંકાએ ફેસબુક પર જણાવ્યું હતું કે સરકારી કંપનીમાં પણ તેની જોબની અરજી નકારવામાં આવી.

NACL એ અરજી સ્વીકારી
મહિલાએ ખાનગી રીતે NACLમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેની અરજી સ્વીકારી લેવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે Chutia અને Sutiya આસામના એક આદિવાસી સમુદાયની અટક છે અને આવા લોકો મોટી સંખ્યામાં અહીં રહે છે.

national news guwahati assam offbeat news hatke news