આર્ટિસ્ટે આયરલૅન્ડના પહાડને 1000 લાઇટ્સથી ઝળાહળા કર્યો

17 March, 2020 07:32 AM IST  |  Ireland | Gujarati Mid-day Correspondent

આર્ટિસ્ટે આયરલૅન્ડના પહાડને 1000 લાઇટ્સથી ઝળાહળા કર્યો

પહાડને 1000 લાઇટ્સથી ઝળાહળા કર્યો

ફિનલૅન્ડના આર્ટિસ્ટ કારી કોલાએ સૅન્ટ પૅટ્રિકના દિનની ઉજવણી નિમિત્તે આયરલૅન્ડના ગ્લૅશિયલ લેક નજીકના કોનેમારા પર્વતોની હારમાળાને ૧૦૦૦ લાઇટ્સથી ઝળાહળા કરી હતી. બ્લુ અને ગ્રીન લાઇટની થીમ સાથે આર્ટિસ્ટે આખા પહાડને દુલ્હનની જેમ શણગાર્યો હતો. જોકે આ લાઇટિંગ લોકો માટે ખુલ્લી મૂકવાની સેરેમની માટે ભવ્ય ઓપનિંગ કરવાની મુરાદ પૂરી નહોતી થઈ શકી. કોરોના વાઇરસના ભયે આખી ઉજવણી જ રદ કરવામાં આવી હતી. જોકે પર્વતની હારમાળામાં પાંચ કિલોમીટર સુધી ફેલાયેલી લાઇટિંગ એટલી અદ્ભુત અને નયનરમ્ય છે કે દૂરથી પણ એ જોઈ શકાય છે.

આ પણ વાંચો : આ ડૉગી 41 વખત આકાશમાંથી છલાંગ લગાવી ચૂક્યો છે

સેવેજ બ્યુટી નામે ઓળખાતું તેનું આ આર્ટવર્ક કોનેમારા પર્વતોની હારમાળાના પાંચ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું હતું. આમ તો લાંબો સમય આ લાઇટિંગ રાખવાની હતી, પરંતુ કોરોનાના ભયને કારણે એ વહેલી કાઢી લેવામાં આવી. હવે આ લાઇટિંગ લોકો ઑનલાઇન જોઈ શકે છે. 

ireland offbeat news hatke news