માઇકલ જૉર્ડનના ફોટોગ્રાફના હૂબહૂ પેઇન્ટિંગની થઈ રહી છે જબરી વાહવાહી

12 October, 2020 07:52 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

માઇકલ જૉર્ડનના ફોટોગ્રાફના હૂબહૂ પેઇન્ટિંગની થઈ રહી છે જબરી વાહવાહી

બાસ્કેટબૉલ પ્લેયર માઇકલ જૉર્ડન

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મિશેલ ઓબામા ઉપરાંત બાસ્કેટબૉલ પ્લેયર લેબ્રોન જેમ્સનાં હૂબહૂ ચિત્રો દોરીને ફેમસ થઈ ગયેલા ચિત્રકાર કીગન હૉલે આ વખતે ફરી એક વાર તેની ચિત્રકળાથી સોશ્યલ મીડિયા પર તહલકો મચાવ્યો છે.

તાજેતરમાં તેણે બાલ્કેટબૉલ પ્લેયર માઇકલ જૉર્ડનનાં ચિત્રો માત્ર પેન્સિલ દ્વારા દોરીને એ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યાં છે જે જબરદસ્ત લોકપ્રિય થયાં છે. આ ચિત્ર કોઈ એકાદ વ્યક્તિનું પૉર્ટ્રેટ નહીં, પણ એક ફોટોગ્રાફનું અદ્દલોઅદ્દલ ચિત્રણ છે. એક ફોટોગ્રાફ પરથી રચેલા ચિત્રમાં માઇકલ જૉર્ડન મેદાનમાં પૉઇન્ટ સ્કોર કરવા માટે છલાંગ લગાવે છે અને એ વખતે દર્શકો પણ તેને ચિયર કરવા માટે ઊભા થઈ ગયેલા હોય એવી તસવીરની નકલ તૈયાર કરી છે. આ તસવીરનું ચિત્રણ કરવા માટે કીગલે ૨૫૦ કલાકની મહેનત કરી હતી. આ તમામ કલાકોની મહેનતનો તેણે ટાઇમલૅપ્સ વિડિયો તૈયાર કરીને એ પણ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. આ વિડિયો જોઈને ભલભલી વ્યક્તિ કળાકારની કાબેલિયત પર ઓવારી જાય એમ છે.

offbeat news hatke news international news