ઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ

02 March, 2021 07:21 AM IST  |  Italy

ઇટલી નજીકથી પુરાતત્ત્વવિદોને મળ્યો 2000 વર્ષ જૂનો રથ

2000 વર્ષ જૂનો રથ

પુરાતત્ત્વવિદોને ઉત્ખનનની કામગીરી દરમ્યાન પોમ્પેઇ નજીકના એક વિલા પાસેથી ચાર પૈડાં ધરાવતો વિશાળ રથ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઇટલીનું પ્રાચીન શહેર દટાઈ ગયું એનાં લગભગ ૨૦૦૦ વર્ષ બાદ આ રથ શોધી કાઢવામાં આવ્યો છે. રથ કૉપર અને ટિનની બનાવટ ધરાવે છે અને ઉત્ખનન કરનાર લોકોએ જ્યારે એ શોધ્યો ત્યારે એ સાબૂત હતો. આર્કિયોલૉજિકલ પાર્ક ઑફ પોમ્પેઇ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર રથની સાથે કાષ્ઠના કેટલાક અવશેષો તથા દોરડાની છાપ પણ મળી આવી છે.

પ્રાચીન વિશ્વ વિશેના આપણા જ્ઞાન માટે આ એક અસાધારણ શોધ છે. પોમ્પેઇમાં ભૂતકાળમાં કરવામાં આવેલા સંશોધનને પગલે નિષ્ણાતોને રોમન સામ્રાજ્યમાં લોકોનું જીવન કેવું હતું એ વિશે જાણકારી મેળવવામાં મદદ મળી છે ત્યારે આ રથની શોધને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમ તો પોમ્પેઇમાં પ્રાચીન યુગનું કોઈ વાહન મળી આવ્યાની આ પ્રથમ ઘટના નથી છતાં પ્રાચીન સ્થળે મળી આવેલો આ રથ આ પ્રકારનું પ્રથમ વાહન છે.

italy offbeat news hatke news international news