ફેસ માસ્ક નહીં પહેરો તો કોરોનાગ્રસ્તની કબર ખોદવાનો દંડ થાય છે

16 September, 2020 07:38 AM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

ફેસ માસ્ક નહીં પહેરો તો કોરોનાગ્રસ્તની કબર ખોદવાનો દંડ થાય છે

કોરોનાગ્રસ્ત શબની કબર

કોરોનાને કારણે લગભગ વિશ્વભરમાં બહાર નીકળતી વખતે મોં પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ક્યાંક માસ્ક ન પહેરવા માટે રૂપિયાનો દંડ કરવામાં આવે છે તો ક્યાંક નાનીમોટી સજા. જોકે ઇન્ડોનેશિયાના ઈસ્ટ-જાવામાં સ્થાનિક ઑથોરિટીએ નવો ફતવો બહાર પાડ્યો છે અને એ ફતવા મુજબ લગભગ આઠ જણને સજા પણ કરી છે. ઈસ્ટ-જાવાના ગાબેટન નામના ગામમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળી પડેલા લોકોને કબરસ્તાનમાં કબર ખોદવાની પનિશમેન્ટ થાય છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા દરદી માટે કબર ખોદવાનું કામ કરવાની સજા ભોગવીને કદાચ લોકોને માસ્કની ઉપયોગિતા સમજાઈ જશે એવી ધારણા કરવામાં આવી રહી છે. એ જિલ્લાના અધિકારીનું કહેવું છે કે હાલમાં તેમને ત્યાં કબર ખોદનારા માત્ર ત્રણ જ જણ છે, કોરોનાથી થતા મોતને કારણે આ લોકો રોજિંદા કામમાં પહોંચી વળી શકતા નથી એટલે જે લોકો માસ્ક પહેર્યા વિના નીકળી પડે છે તેમને સજા રૂપે કબર ખોદવાનું કામ કરાવવામાં આવે છે. 

offbeat news indonesia hatke news international news