બોટલમાં પેટ્રોલ ન આપ્યું, તો છોડી દીધા 3 સાપ, આખી ઘટના કૅમેરામાં કેદ

14 July, 2020 08:03 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

બોટલમાં પેટ્રોલ ન આપ્યું, તો છોડી દીધા 3 સાપ, આખી ઘટના કૅમેરામાં કેદ

પેટ્રોલ પમ્પની ઑફિસમાં સાપ

હાલ આખા દેશમાં કોરોના વાઈરસે આતંક મચાવી દીધો છે અને સતત પૉઝિટીવ કેસની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે અને આંકડો આઠ લાખ પાર કરી ગયો છે. સાથે બધા પોતાના ઘરમાં કેદ છે. મહારાષ્ટ્રમાં કંઈક એવુ થયું, જે જોઈને બધા લોકો હેરાન થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં બુલઢાણામાં એક વ્યક્તિએ પેટ્રોલ પમ્પની ઑફિસમાં જઈને ત્રણ સાપ છોડી દીધા. એ એટલા માટે કારણકે પેટ્રોલ પમ્પના સ્ટાફે એને બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેને જોઇને તમને પણ આશ્ચર્ય થશે.

માથાફરેલ વ્યક્તિ ગુસ્સે હતો કે એને બોટલમાં પેટ્રોલ નહીં આપ્યું. બાદ તે પેટ્રોલ પમ્પની ઑફિસમાં ગયો અને સાપ છોડી દીધા. અંદર એક મહિલા બેઠી હતી. સાપ છોડી દેતા તે ઑફિસથી ભાગી ગઈ.

થોડા સમય બાદ સાપ પકડનારાને બોલાવવમાં આવ્યો અને એની મદદથી સાપને પકડવામાં આવ્યો. સાથે જ આ આખી ઘટનાનો વીડિયો સીસીટીવ કેમેરામાં કેદ થઈ ગયો છે.

maharashtra offbeat news hatke news