જાયન્ટ મસાલા પેઇન્ટિંગ

18 May, 2020 07:47 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

જાયન્ટ મસાલા પેઇન્ટિંગ

મસાલા પેઇન્ટિંગ

આંધ્ર પ્રદેશની એસઆરએમ યુનિવર્સિટીની ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની વિદ્યાર્થિની તાતીનેયી શ્રેયાએ રાંધવામાં વપરાતા મસાલા વડે ૫૮૮ ચોરસ ફુટનું ચિત્ર રચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.

૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં એક સ્કૂલના ટેક્નૉલૉજી ફેસ્ટિવલ દરમ્યાન શ્રેયાએ હળદર-ધાણાજીરું જેવા મસાલા ઉપરાંત કંકુ જેવા પદાર્થો વડે સૂર્યોદય નીરખતી કન્યાનું ચિત્ર રચ્યું હતું. એ ચિત્રની રચનામાં સવાચાર કલાક લાગ્યા હતા. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ આ રેકૉર્ડને મંજૂરી આપી દીધી છે અને તેઓ ટૂંક સમયમાં શ્રેયાને મસાલાનું સૌથી મોટા કદનું પેઇન્ટિંગ રચવા માટેનું સર્ટિફિકેટ પણ આપશે.

national news andhra pradesh offbeat news hatke news