ચિતરામણ કરેલા ઘોડા પર સવારી કરીને આંધ્ર પ્રદેશની પોલીસ કરે છે લોકજાગૃતિ

02 April, 2020 08:24 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

ચિતરામણ કરેલા ઘોડા પર સવારી કરીને આંધ્ર પ્રદેશની પોલીસ કરે છે લોકજાગૃતિ

ચિતરામણ કરેલો ઘોડો

આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લાનો મારુતિ શંકર નામનો એક પોલીસ અધિકારી કોરોનાના રોગચાળા વિશે લોકજાગૃતિ માટે ઘોડાનો ઉપયોગ કરે છે. જોકે ઘોડા પર ફરવું એ કોઈ અસાધારણ ઘટના નથી, પરંતુ આ કિસ્સામાં એ ઘોડા પરનાં ચિત્રો નોંધપાત્ર છે. સફેદ રંગના ઘોડાના શરીર પર લાલ રંગનાં ચકરડાં કરવામાં આવ્યાં છે અને એ ચકરડામાં વચ્ચે લીટી દોરીને કોરોના વાઇરસનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તાજેતરમાં ચેન્નઈમાં કોરોના વાઇરસના આકારની હેલ્મેટ પહેરીને બહાર નીકળનારા પોલીસ જવાને પણ આશ્ચર્ય અને આકર્ષણ જમાવ્યું હતું. એ હેલ્મેટ ડિઝાઇન કરનારા કલાકાર ગૌતમે કહ્યું હતું કે ‘વિશિષ્ટ આકારની હેલ્મેટ બનાવવા પાછળ સસ્તી પ્રસિદ્ધિ કે કુતૂહલ ફેલાવવાનો અમારો ઇરાદો નહોતો. આવી યુક્તિ કરીશું તો લોકોને કંઈક અસર થશે એવી ધારણાના આધારે અમે એ હેલ્મેટ બનાવી હતી. અલબત્ત લોકો પર એની અસર જોવા મળે છે.’ 

andhra pradesh offbeat news hatke news national news