ઑટોરિક્ષામાં પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનોખો વિકલ્પ

27 April, 2020 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑટોરિક્ષામાં પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનોખો વિકલ્પ

ટુક-ટુક રિક્ષા

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ તાજેતરમાં ટુક-ટુક ડ્રાઇવરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો જે આઇડિયા આપવામાં આવ્યો છે એ મજાનો છે. ‌એ વિડિયોમાં રિક્ષાની અંદર ડ્રાઇવર અને પૅસેન્જર વચ્ચે પાર્ટિશન્સ છે. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર કંપનીના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર શૅર કરેલા વિડિયોમાં કંપનીના ઑટો ઍન્ડ ફાર્મ સેક્ટરનો અખત્યાર સંભાળતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ જેજુરીકરને ટૅગ કરીને એ રિક્ષા-ડ્રાઇવરને કંપનીના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ઍડ્વાઇઝર બનાવવાની ભલામણ કરી છે. વિડિયોમાં પ્રવાસીઓ સાથે પ્રવાસ કર્યા છતાં એકબીજાના સંપર્કમાં ન આવે એની તકેદારી રાખવા કેવી રીતે બેસવાની જગ્યાના ભાગ પાડવામાં આવ્યા છે એ બતાવવામાં આવ્યું છે. આનંદ મહિન્દ્રએ પોસ્ટ કરેલા વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘ભારતના લોકો પરિસ્થિતિને અનુકૂળ થવા અને ઝડપથી સંજોગોને અનુસરીને ઇનોવેટિવ બનવાની કેવી ક્ષમતા ધરાવે છે એનું આ સારું ઉદાહરણ છે.’

offbeat news hatke news anand mahindra