બિહારી બાબુને આનંદ મહિન્દ્રએ ગિફ્ટ આપ્યું એક ટ્રૅક્ટર, જાણો કેમ

23 September, 2020 07:05 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારી બાબુને આનંદ મહિન્દ્રએ ગિફ્ટ આપ્યું એક ટ્રૅક્ટર, જાણો કેમ

બિહારી બાબુને આનંદ મહિન્દ્રએ ગિફ્ટ આપ્યું એક ટ્રૅક્ટર

નજીકની ટેકરી પરથી વહી આવતા વરસાદના પાણીને બિહારમાં તેના ગામના ખેતર સુધી પહોંચાડવા માટે એકલા હાથે ત્રણ કિલોમીટર લાંબી કૅનલ ખોદનારા લોન્ગીભૈયાને મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ ટ્રૅક્ટર ઇનામ આપ્યું હતું. બિહારના ગયા શહેર પાસે કોથીલાવા ગામમાં વરસાદના પાણીને લાવવા માટે છેલ્લાં ૩૦ વર્ષથી અવિરતપણે લોન્ગીએ એકલા હાથે ટનલનું ખોદકામ કર્યું હતું. ગાઢ જંગલો અને પર્વતોથી ઘેરાયેલું ગામ માઓવાદીઓ માટે આશ્રયસ્થાન સમાન છે.

વરસાદની મોસમમાં પર્વતોમાંથી વરસાદનું પાણી વહીને નદીમાં જતું હતું, જેને ટનલ દ્વારા પોતાના ગામના ખેતર સુધી લાવવાનું કાર્ય લોન્ગીએ આદર્યું હતું. તેના કાર્ય વિશે એક પત્રકારે કરેલી ટ્વીટથી આ સમાચાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ વાતની આનંદ મહિન્દ્રને જાણ થતાં તેમણે તેને ટ્રૅક્ટર આપવાનો નિર્ણય લીધો હતો.

bihar offbeat news hatke news national news