દાઢી પર ૧૫ ખુરસીઓ ટેકવીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

04 December, 2019 09:49 AM IST  |  US

દાઢી પર ૧૫ ખુરસીઓ ટેકવીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

દાઢી પર ટેકવી 15 ખુરશીઓ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવવાની સેન્ચુરી પૂરી કરવાનું સાહસ અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશે કર્યું છે જે વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે. જોકે હજીયે તેને રેકૉર્ડ બનાવવામાંથી રિટાયરમેન્ટ લેવાની ઇચ્છા નથી થતી. તાજેતરમાં તેણે ટેનેસી રાજ્યના હેન્ડરર્સનવિલ શહેરમાં જઈને એક ટીવી શોમાં ભાગ લીધો હતો અને એમાં તેણે માત્ર દાઢી પર ખુરસીઓ ટેકવીને એનું બૅલૅન્સ જાળવી રાખ્યું હતું. આ પહેલાં ડેવિડ રશે આઠ ખુરસીઓને દાઢી પર ટેકવીને રેકૉર્ડ બનાવ્યો હતો. બ્રિટન્સ ગૉટ ટૅલન્ટમાં જૉ રૉલિંગ્સે ૧૧ ખુરસીઓ સંતુલિત કરીને રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ડેવિડે તેની ખુશીને ઝાઝી ટકવા નહોતી દીધી અને ૧૫ ખુરસીઓ બૅલૅન્સ કરીને ફરીથી રેકૉર્ડ પર કબજો કર્યો છે.

offbeat news hatke news