અનોખી હૉબીઃજેટલા પણ મચ્છર માર્યા એ ભેગા કર્યા છે અને હિસાબ પણ રાખ્યો છે

15 October, 2020 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનોખી હૉબીઃજેટલા પણ મચ્છર માર્યા એ ભેગા કર્યા છે અને હિસાબ પણ રાખ્યો છે

મચ્છર માર્યા અને ભેગા કર્યા છે

કોઈ ટીનેજર કે યુવા વ્યક્તિને વિશિષ્ટ કે વિચિત્ર શોખ હોય એને કારણે તે તેની સ્કૂલ કે કૉલેજમાં ધ્યાનાકર્ષક બને એ સ્વાભાવિક છે, પરંતુ એ શોખમાં તેને મોજ પડતી હોય અને આત્મવિશ્વાસ વધતો હોય તો લોકો તેના ભવિષ્ય વિશે વિચારતા હોય છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક કલાકાર યુવતીનો વિચિત્ર શોખ લોકોને જાણવા મળ્યો છે. ડેલિશ ડે નામે ટ્વિટર-હૅન્ડલ ધરાવતી ૧૨ વર્ષની કલાકાર મચ્છર મારીને ભેગા કરે છે અને દરેકને નંબર પણ આપે છે. દરેક મચ્છરને મારીને એક કાગળ પર ચોંટાડેલા છે અને એ મચ્છરનો કેટલામો નંબર છે એ પણ લખ્યું છે.

તેણે એ શોખનાં બે પિક્ચર્સ ટ્વિટર પર શૅર કર્યાં છે. એક પિક્ચરમાં મરેલો મચ્છર અને બીજા પિક્ચરમાં ઘણા બધા મરેલા મચ્છર છે. એ પોસ્ટને ટાઇટલ આપ્યું છે, ‘હાઈ ઇટ સ્ટાર્ટેડ ઍન્ડ હાઉ ઇટ ઇઝ ગોઇંગ.’ ટ્વિટર પર તેની નોટબુક જોતાં તેણે ૮૦થી ૯૦ મચ્છર ભેગા કર્યા હોવાનું અનુમાન રાખવામાં આવે છે. તેની એ પોસ્ટને ૧.૧૫ લાખ લાઇક્સ મળી છે. હજારો રીટ્વીટ્સ અને હજારો કમેન્ટ્સ પણ તેની આ પોસ્ટને મળી છે.

offbeat news hatke news international news