બેલ્જિયમનો કલાકાર બનાવે છે કોઈ જોઈ ન શકે એવાં સીક્રેટ ટૅટૂ

25 July, 2020 07:23 AM IST  |  Belgium | Gujarati Mid-day Correspondent

બેલ્જિયમનો કલાકાર બનાવે છે કોઈ જોઈ ન શકે એવાં સીક્રેટ ટૅટૂ

સીક્રેટ ટૅટૂ

બેલ્જિયમનો એક ટૅટૂ-આર્ટિસ્ટ ઇન્ડી વોએટ તમે ધાર્યું ન હોય એવા શરીરના ભાગમાં ટૅટૂ-છૂંદણાં બનાવી આપે છે. એમાં બે આંગળીઓને જોડતી ચામડી અને કાનની પાછળના ન દેખાતા ભાગ ઉપરાંત મોઢાના તાળવાનો પણ સમાવેશ છે.

ઇન્ડી છેલ્લાં પાંચ વર્ષથી આવાં સીક્રેટ સ્થાનો પર ટૅટૂ બનાવે છે. નવાઈની વાત એ છે કે એમાંથી મોઢાના તાળવા પર બનાવેલાં ટૅટૂ લોકોને બહુ પસંદ પડી રહ્યાં છે. તેની પાસે અનેક લોકો હવે મોઢાની ઉપરના સૉફ્ટ તાળવા પર ટૅટૂ બનાવે છે.

આ પણ વાંચો : આ પ્રાણીઓ ફળોના બન્યા છે

કોઈને મોં ખોલીને બતાવવું પડે અને જો કોઈના મોંમાં નજર નાખવી ન ગમતી હોય તો આ ટૅટૂ કોઈના ધ્યાનમાં પણ આવી શકે એમ નથી. માત્ર ડેન્ટિસ્ટ પાસે તમે ટ્રીટમેન્ટ માટે જાઓ ત્યારે જ એ તેને દેખાવાના છે. એમ છતાં આ પ્રકારનાં સીક્રેટ ટૅટૂનો ક્રેઝ લોકોમાં ઘણો જોવા મળી રહ્યો છે.

international news belgium offbeat news hatke news