પોતાનું કામ બોરિંગ લાગતાં કર્મચારીએ બૉસ સામે 34 લાખનો દાવો માંડ્યો

12 June, 2020 01:31 PM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પોતાનું કામ બોરિંગ લાગતાં કર્મચારીએ બૉસ સામે 34 લાખનો દાવો માંડ્યો

કરન્સી

૨૦૧૫ સુધી પૅરિસની પરફ્યુમ કંપનીમાં મૅનેજરની નોકરી કરીને છૂટા થયેલા ફ્રૅડરિક ડેસનાર્ડે નોકરી કંટાળાજનક હોવાથી છોડવાની ફરજ પડી હોવાની દલીલ સાથે ભૂતપૂર્વ બૉસ સામે કોર્ટમાં કેસ કર્યો છે. ફ્રૅડરિકે જણાવ્યું કે ‘કંટાળાજનક નોકરીને કારણે મને ડિપ્રેશન વધી જતાં એપિલેપ્સીના અટૅક શરૂ થયા હતા. કંપની અવારનવાર મને નોકરી પરથી છૂટા કરતી હતી અને એ દિવસની ગેરહાજરી ગણીને ૨૦૧૪માં નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ફ્રૅડરિકે મૂળ ૩૦ લાખ રૂપિયા જેટલી રકમના વળતરની માગણી કરી હતી, પરંતુ અદાલતે કંપનીની વર્તણૂકને માનસિક ત્રાસ ગણીને ચાર વર્ષની કાનૂની કાર્યવાહીના અંતે કોર્ટે ૪૮ વર્ષના ફ્રૅડરિકની બધી દલીલો સ્વીકારીને તેના બૉસને માગણીની રકમમાં ૧૦ ટકા વૃદ્ધિ સાથે સ્થાનિક ચલણમાં ૩૪.૦૬ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

paris offbeat news hatke news international news