મરેલાં જીવડાં વડે અદ્ભુત પૂતળાં રચ્યાં છે ઍમ્સ્ટરડૅમના કલાકારે

26 October, 2020 10:10 AM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

મરેલાં જીવડાં વડે અદ્ભુત પૂતળાં રચ્યાં છે ઍમ્સ્ટરડૅમના કલાકારે

ઍમ્સ્ટરડૅમના કલાકારે સેડ્રિક લેક્વિઝે મરેલાં જીવડાં વડે સુંદર પૂતળાં રચ્યાં છે

ઍમ્સ્ટરડૅમના કલાકાર સેડ્રિક લેક્વિઝે મરેલાં જીવડાં વડે સુંદર પૂતળાં રચ્યાં છે. અલભ્ય અને રંગબેરંગી મૃત જીવડાંના પગ, પાંખો, મૂછ જેવા વાળ વગેરે ભાગોના રંગ, રૂપ આકારોને યોગ્ય રીતે ચોંટાડીને તે એમાંથી નયનરમ્ય શિલ્પ જેવી રચના કરે છે. પતંગિયાં તથા અન્ય જીવજંતુઓ ઉછેરનારાઓ સેડ્રિકને મરેલાં જીવડાં આપે છે. એ જીવડાંને યોગ્ય રીતે ગોઠવીને રચેલી કલાકૃતિઓની તસવીરો સોશ્યલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય બની છે. સેડ્રિકને બાળપણથી જીવશાસ્ત્રમાં ઘણી રુચિ હતી.

ખાસ કરીને જીવજંતુઓના ઉછેર અને વિકાસના નિરીક્ષણમાં ઘણો રસ પડ્યો હતો. ૨૦ વર્ષ પહેલાં જ્યારે સેડ્રિક ટીનેજર હતો ત્યારે તેને પહેલી વાર આવું કરવાનું સૂઝેલું.

તેની બહેનનો જન્મદિવસ હતો અને છેક જન્મદિનના આગલા દિવસ સુધી તેણે બહેનને ભેટ આપવાની તેની કોઈ તૈયારી નહોતી કરી. એ વખતે તેણે રાતોરાત મરેલાં જીવડાં-પતંગિયાંનું પરીનું પૂતળું બનાવ્યું હતું અને ત્યારથી એ તેનો શોખ બની ગયો છે. તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આવાં અદ્ભુત પૂતળાંઓથી શોભી રહ્યું છે.

amsterdam offbeat news hatke news international news