395 ‌કલાકની મહેનતે બનાવેલો આ ડ્રેસ જોતાં જ મન મોહી જાય એમ છે

02 July, 2020 08:07 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

395 ‌કલાકની મહેનતે બનાવેલો આ ડ્રેસ જોતાં જ મન મોહી જાય એમ છે

આ ડ્રેસ રંગબેરંગી ડક્ટ ટેપમાંથી બનેલો છે

કોરોના લૉકડાઉનના ગાળામાં દુનિયાભરના સ્ટુડન્ટ્સે ક્રીએટિવ ગતકડાં કર્યાં છે. એમાં અમેરિકાના ઇલિનોઇ સ્ટેટની રહેવાસી ૧૮ વર્ષની પીટન મેન્કરે પણ સામેલ છે. પીટને સ્કૂલની પ્રોમ પાર્ટીમાં પહેરવા માટે ડક્ટ ટેપમાંથી એક ખૂબ જ બહેતરીન ડ્રેસ તૈયાર કર્યો હતો. આ કપડાં જોઈને પહેલી નજરે લાગે જ નહીં કે એ કાપડમાંથી નહીં, પણ રંગબેરંગી ડક્ટ ટેપમાંથી બનેલો છે.

પીટનની હાઈ સ્કૂલમાં દર વર્ષે ગ્રૅજ્યુએટ્સ માટે યોજાતી પ્રોમ ડ્રેસ કૉમ્પિટિશનમાં ૧૦૦૦૦ ડૉલર (અંદાજે ૭.૫૫ લાખ રૂપિયા) સ્કૉલરશિપનું ઇનામ હોય છે. પીટને એ સ્પર્ધામાં ભાગ લઈને ડક્ટ ટેપનો પ્રોમ ડ્રેસ બનાવ્યો છે. એ ડ્રેસ બનાવવા માટે પીટને ૪૧ રોલ ડક્ટ ટેપ વાપરીને 395 કલાકની મહેનતે એ ડ્રેસ બનાવ્યો હતો. પીટને એ ડ્રેસ પહેરીને પડાવેલો ફોટોગ્રાફ તેની મમ્મી સુઝીએ ફેસબુક પર પોસ્ટ કર્યા પછી લગભગ અઢી લાખ વખત એને અન્યોએ શૅર કર્યો છે. પીટનને ૧૦૦૦૦ ડૉલરની સ્કૉલરશિપ જીતવાની ભરપૂર આશા છે. જો તે ઇનામ જીતશે તો એ રકમ તેના કૉલેજ ફન્ડમાં જમા કરશે.

united states of america offbeat news hatke news international news