આ ટાબરિયો બીચ પર ફરવા જાય ત્યારે એનો પાંચ ફુટનો દોસ્ત સાથે જ હોય છે

30 September, 2020 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટાબરિયો બીચ પર ફરવા જાય ત્યારે એનો પાંચ ફુટનો દોસ્ત સાથે જ હોય છે

બે વર્ષનો ટાબરિયો અને એનો દોસ્ત

પશ્ચિમના દેશોમાં હેલોવીનનો ફેસ્ટિવલ બહુ જોરશોરથી મનાવવામાં આવે છે. આ ફેસ્ટિવલ માટે લોકો ડરામણો મેકઅપ, ડરામણા કંકાલ અને જોતાં જ થથરી જવાય એવી ખોપડીઓની સજાવટ કરે છે. અમેરિકામાં રહેતા બે વર્ષના થીઓ નામના ટાબરિયાને ઘરના ભંડકિયામાં એક વાર આવો જ ડરામણો સામાન મળી ગયો. જોકે એ જોઈને ડરવાને બદલે થીઓ તો એની પર ઓવારી ગયો. આ ચીજ હતી એક નકલી કંકાલ. નકલી હોવા છતાં પાંચ ફુટની લંબાઈ હતી. જ્યારથી આ કંકાલને જોયું છે ત્યારથી થીઓ રમતાં, ખાતાં, પીતાં, ફરવા જતાં આ કંકાલને સાથે ને સાથે જ રાખે છે. બીચ પર ફરવા જાય કે શોપિંગ કરવા, થીઓભાઈના સાથીદાર સમાન આ બેસ્ટ ફ્રેન્ડ તો તેની સાથે જ હોય. તેની મમ્મી ઍબીગેલ  પણ હવે તો દીકરાના આ નવા દોસ્તને સ્વીકારવા લાગી છે. 

united states of america offbeat news hatke news