35.65 કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યાની જાણ ફેસબુક પરથી થઈ

09 December, 2019 10:45 AM IST  |  America

35.65 કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યાની જાણ ફેસબુક પરથી થઈ

લૉટરી

આપણામાં કહેવત છે ‘ભાગ્યશાળીને ભૂત રળે.’ આ કહેવત અમેરિકાના મિશિગનની કેન્ટ કાઉન્ટીમાં રહેતાં આ બહેન માટે સાચી પડી છે. ફેસબુક પર ફરતાં અચાનક જ તેમને ૩૫.૬૫ કરોડ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો હોવાની જાણ થઈ હતી. આ બહેને મિશિગનના ગ્રૅન્ડ રેપિડ્સમાં આવેલા ડી ઍન્ડ ડબ્લ્યુ ફ્રેશ માર્કેટમાંથી ૨૦ નવેમ્બરે એક લૉટરી ખરીદી હતી. જોકે એ ખરીદ્યા પછી તેઓ રિઝલ્ટ જોવાનું ભૂલી ગયાં હતાં. 

થોડા દિવસ બાદ રાતે ફેસબુક પરની પોસ્ટ જોતાં તેમની નજર ન્યુઝ-સ્ટેશનની પોસ્ટ પર પડી, જેમાં કેન્ટ કાઉન્ટીની કોઈ એક વ્યક્તિને જૅકપૉટ લાગ્યો હોવાનું જણાવાયું હતું. આખો આર્ટિકલ વાંચતાં તેમને ધ્યાનમાં આવ્યું કે જે સ્ટોરમાંથી તેમણે લૉટરી ખરીદી હતી એ જ સ્ટોરમાંથી વેચાયેલી ટિકિટ પર જૅકપૉટ લાગ્યો હતો. લૉટરીનો નંબર ચેક કરતાં ઇનામ મેળવનાર વ્યક્તિ પોતે જ હોવાની ખબર પડતાં તેઓ એકદમ દિગ્મૂઢ થઈ ગયાં હતાં.

આ પણ વાંચો : કૅન્સર પીડિત મહિલાને ડૉક્ટરોએ કાંડા પાસેની ચામડીથી નવી જીભ બનાવી આપી

આ મહિલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે હું ૭૧.૭૦ કરોડ કરતાં ઓછા ઇનામની લૉટરીની ટિકિટ ખરીદતી જ નહોતી, પણ એ દિવસે વળી અચાનક મન થયું અને ટિકિટ ખરીદી લીધી હતી. હવે આ બહેન ઇનામની રકમમાંથી દેવું ચૂકવીને ધૂમ ટ્રાવેલિંગ કરવા માગે છે.

offbeat news hatke news united states of america