આ ભાઈએ જાણીજોઈને 1 વર્ષ સુધી એક્સ્પાયર્ડ ફૂડ ખાધું

30 June, 2019 10:11 AM IST  |  અમેરિકા

આ ભાઈએ જાણીજોઈને 1 વર્ષ સુધી એક્સ્પાયર્ડ ફૂડ ખાધું

આ ભાઈએ 1 વર્ષ સુધી એક્સ્પાયર્ડ ફૂડ ખાધું

દરેક ખાદ્ય ચીજનું ઉત્પાદન થયા પછી અમુક સમય સુધીમાં એની ખપત થઈ જવી જોઈએ, કેમ કે અમુક સમય પછી એ ફૂડ સારું નથી રહેતું. દરેક ચીજ પર મૅન્યુફૅક્ચરિંગ ડેટની સાથે એક્સ્પાયરી ડેટ પણ લખવામાં આવે છે. જોકે જ્યારથી આ સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી ફૂડ સેફ્ટીના નામે ઘણીબધી ખાદ્ય ચીજોનો બગાડ થાય છે. અમેરિકાના મૅરિલૅન્ડમાં રહેતા સ્કૉટ નેશ નામના ભાઈને આ રીતે થતો ફૂડનો બગાડ અટકાવવા માટે કંઈક ક્રાન્તિકારી કરવાનું મન થયું છે.

ત્રણ વર્ષ પહેલાં તેમણે ભૂલથી ૬ મહિના પહેલાં એક્સપાયર થયેલું અને ‌ફ્ર‌િજમાં પડી રહેલું યૉગર્ટ ખાધું. એનો સ્વાદ એકદમ નૉર્મલ જ હતો અને એ ખાધા પછી તેને કંઈ થયું પણ નહીં. આ ઘટના પછી સ્કૉટભાઈએ એક્સ્પાયરી ડેટ કઈ રીતે નક્કી થાય છે એ શોધવાનો પ્રયત્ન કર્યો. અભ્યાસ દરમ્યાન તેણે જોયું કે સેલ બાય ડેટ અને બેસ્ટ યુઝ્‍ડ બાય ડેટ વચ્ચે કોઈ સાતત્ય ન હોવાથી મહામહેનતે ઉગાડેલું, પકાવેલું અને તૈયાર કરેલું ફૂડ સેફ્ટીના નામે કચરાપેટીમાં ફેંકાઈ રહ્યું છે. કૅનમાં પૅક કરેલું ફૂડ હોય કે નમક જેવી ચીજો હોય એને તો કોઈ એક્સ્પાયરી ડેટની પણ જરૂર નથી હોતી.

આ પણ વાંચો : પૂલ ટેબલ પર રમતાં-રમતાં બે હાથે ઊડતી કીડી ખાવા લાગ્યો આ માણસ

આ વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે સ્કૉટભાઈએ નક્કી કર્યું કે તેઓ એક આખું વર્ષ એક્સપાયરી ડેટ જતી રહેલી હોય એવા ખોરાક પર જ સર્વાઇવ થશે. આ આખા વર્ષ દરમ્યાન સ્કૉટ અને તેના પરિવારે સુપરમાર્કેટ્સમાંથી ખાસ એક્સપાયર થયેલું ફૂડ જ લીધું. ક્રીમ, યૉગર્ટ, ટૉર્ટિલાઝ, પાસ્તા, બટર, ચીઝ જેવી બગડી જવાનો ભય ધરાવતી ચીજો પણ તેણે યુઝ્‍ડ બાય ડેટ વીતી ગઈ હોય એવી જ ખાધી હતી. આ ભાઈનું કહેવું છે કે આ પ્રયોગ પછી પણ તે પોતે અને તેનો પરિવાર બધી રીતે સ્વસ્થ છે. 

offbeat news hatke news