મકાઈના ખેતરમાં ભુલભુલામણી બનાવીને લખ્યું છે, COVID GO AWAY

15 August, 2020 07:37 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

મકાઈના ખેતરમાં ભુલભુલામણી બનાવીને લખ્યું છે, COVID GO AWAY

મકાઈના ખેતરમાં ભુલભુલામણી બનાવીને લખ્યું છે, COVID GO AWAY

ઉત્તર અમેરિકાના અંતરિયાળ ભાગોમાં ખેતીની સાથે ઍગ્રિકલ્ચર ટૂ‌રિઝમ દ્વારા પણ ખેડૂતો કમાણી કરે છે. વિશાળ કદનાં ખેતરોમાંથી પસાર થવાની પર્યટકોને મોજ પડે છે. એમાં મકાઈનાં ખેતરોનું પ્રમાણ નોંધપાત્ર હોય છે. ખેડૂતો પર્યટકોને આકર્ષવા માટે તેમનાં ખેતરોમાં ઊભા પાક વચ્ચે કે અન્ય રીતે એવી ભુલભૂલામણી તૈયાર કરે છે કે લોકોનું એનાથી મનોરંજન થાય છે. કોરોનાથી મુક્તિ માટે લોકો મંદિર, મસ્જિદ, ગુરદ્વારા, ચર્ચ કે સાયના ગોગમાં પ્રાર્થનાઓ કરે છે. ઠેર-ઠેર કોરોનાથી મુક્તિની આકાંક્ષા જુદા-જુદા રૂપે પ્રગટે છે. એ આકાંક્ષા તાજેતરમાં મિશિગનના મકાઈના ખેતરમાં અલગ રૂપે જોવા મળી હતી. ૧૩ એકરનો વ્યાપ ધરાવતા ખેતરના માલિકે મકાઈના છોડવા-ડૂંડા વચ્ચે સફાઈ કરીને રસ્તા બનાવ્યા. એ રસ્તાને કારણે જે જગ્યા બની એ હેલિકૉપ્ટર કે વિમાનમાંથી જોતાં આપણને ‘COVID AWAY’ વંચાય. એક પમ્પકિન ફાર્મે એની ફેસબુક-વૉલ પર ઉપરોક્ત શબ્દો ઊભરી આવે એવી ભુલભુલામણીની તસવીરો શૅર કરી છે. મકાઈના ખેતરના વ્યાપ એટલે કે કૉર્ન મેઝનો ઉપયોગ ફિલસૂફીમાં, સાહિત્યમાં અને સામાજિક સ્થિતિને સમજાવવામાં ઘણી રીતે થયો છે, પરંતુ આ ક્રીએટિવિટી જે જુએ તેને ગમી જાય છે.

united states of america michigan offbeat news hatke news