ઘરનું તળિયું તૂટતાં આ ભાઈ કૂવામાં સરકી ગયા!

02 July, 2020 08:07 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ઘરનું તળિયું તૂટતાં આ ભાઈ કૂવામાં સરકી ગયા!

કૂવો

જ્યારે વ્યક્તિ ખૂબ શરમ અનુભવે ત્યારે કહેવાય છે કે ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. જોકે અમેરિકાના કનેક્ટિકટ શહેરની ન્યુ હેવન કાઉન્ટીના ગિલ્ફર્ડ શહેરના ક્રિસ્ટોફર નામના ઉપનગરમાં એક માણસ તેના મિત્રના ઘરમાં હતો ત્યારે અચાનક જ તે જમીનમાં ગરક થઈ ગયો હતો. વાત એમ હતી કે અચાનક ફર્શ તૂટી જતાં તે ઘરની નીચેના ૩૦ ફીટ ઊંડા કૂવામાં ગરકી પડ્યો હતો. જોકે કહાનીમાં ટ્વિસ્ટ તો એ છે કે આટલે ઊંડે સુધી પડી ગયા છતાં તેને સાધારણ ઈજાઓ સિવાય ઝાઝી તકલીફ પડી નહોતી. સ્થાનિક પોલીસનું કહેવું હતું કે એ માણસ તેના મિત્રને ફર્નિચર ખસેડવામાં મદદ કરતો હતો ત્યારે આ ઘટના બની હતી. એ ઘર ૧૮૪૩માં બંધાયું ત્યારે એના આંગણામાં કૂવો હતો. ૧૯૮૧માં એ ઘરનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે કૂવાને પૂરવાને બદલે લાકડાના ફ્લોરિંગ વડે ઢાંકી દેવામાં આવ્યો હતો. જોકે ફર્નિચર ખસેડતી વખતે લાકડાની એ ફર્શ તૂટતાં એ માણસ સીધો ઠંડા પાણીમાં જઈને પડ્યો હતો. ફાયર-ફાઇટર્સે એ માણસ ડૂબી ન જાય એ માટે તરાપા જેવું સાધન કૂવામાં નાખ્યું અને ત્યાર પછી એને ઉપર ખેંચી લીધો હતો. 

united states of america offbeat news hatke news international news