ચોરી કરવાનો નવો જુગાડ: લૂંટારાઓએ લીધો તરબૂચનો સહારો, જુઓ વાઈરલ વીડિયો

19 May, 2020 05:06 PM IST  |  America | Gujarati Mid-day Online Correspondent

ચોરી કરવાનો નવો જુગાડ: લૂંટારાઓએ લીધો તરબૂચનો સહારો, જુઓ વાઈરલ વીડિયો

લૂંટારાઓ તરબૂચ પહેરીને નીકળ્યા ચોરી કરવા

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે અને સરકારે આ વાઈરસથી બચવા માટે લૉકડાઉનની જાહેરાત કરી છે. લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રસ્તા અને શેરીઓ સૂમસામ થઈ ગયા છે. સાથે જ રાજ્યમાં લૂંટ અને ચોરીના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. લૉકડાઉનના લીધે લોકોનું કામકાજ ચાલી નથી રહ્યું, ત્યાં બીજી બાજુ લોકો ચોરી કરીને આતંક મચાવી રહ્યા છે.

આવી જ એક લૂંટનો મામલો સામે છે અમેરિકાના વર્જીનિયાથી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. લ્યુઇસિયાના પોલીસ ડિપાર્ટમેન્ટે આ વાતની જાણકારી આપી છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ તસવીર સાચી છે. થોડા દિવસ પહેલા ચોર માથા પર તરબૂચ પહેરીને આવ્યા હતા અને એક સ્ટોરમાંથી ચોરી કરી હતી. પોલીસે આ લૂંટારાઓમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

રિપોર્ટ મુજબ આ લૂંટનો કેસ લ્યુઇસિયાના પ્રાંતના એક જનરલ સ્ટોરમાંથી આવ્યો હતો. થોડા દિવસ પહેલા ત્યાં કેટલાક લોકો માથા પર તરબૂચ પહેરીને ઘુસ્યા અને પૈસા લૂંટીને ફરાર થઈ ગયા. સ્ટોરના માલિકે જણાવ્યું કે કુલ બે લોકો અંદર ઘુસ્યા હતા અને બન્ને જણે માથા પર તરબૂચનો સહારો લીધો હતો, જેથી તેઓ બચી શકે. સ્ટોરના માલિક મુજબ શરૂઆતમાં એમને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે, પરંતુ જ્યારે એ લૂંટેરાઓએ બંદૂક કાઢી તો તેઓ ડરી ગયા. ઉત્તરદાતાઓના જણાવ્યા અનુસાર, આ લોકોએ તરબૂચમાં જોવા માટે બે છિદ્રો બનાવ્યા હતા.

તરબૂચ પહેરેલા બન્ને ચોર સિક્યોરિટી કૅમેરામાં કેદ થઈ ગયા હતા, જેના બાદ એમની તસવીર સોશિયલ મીડિયા પર તરત વાઈરલ થઈ ગઈ. આ ઘટના 6 મેએ થઈ હતી. પોલીસ હાલ એ બન્ને ચોરની તપાસ કરી રહી છે પરંતુ સ્ટોરમાં મળેલી ફૂટેજમાં એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ નહોતો રહ્યો. પોલીસે જણાવ્યું કે આ બન્નેએ બહાર ઉભા લોકો સાથે પણ સેલ્ફી લીધી હતી.

united states of america louisiana offbeat news hatke news international news