બુલડૉગની ચિર વિદાય પછી એનો ક્લોન બનાવવા 38 લાખ રૂપિયા ખર્ચ્યા

20 April, 2020 08:11 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

બુલડૉગની ચિર વિદાય પછી એનો ક્લોન બનાવવા 38 લાખ રૂપિયા ખર્ચ્યા

બુલડૉગ

અમેરિકાના સેલિબ્રિટી હેરડ્રેસર રૉબર્ટો નોવોને તેનો પાળેલો બુલડૉગ મચિતો ખૂબ વહાલો હતો. કેટલાંક વર્ષોથી એની તબિયત કથળતી જતી હતી. રૉબર્ટોને કોઈ સંતાન નહીં હોવાથી મચિતો તેને માટે દીકરા સમાન હતો. ફ્રેન્ચ બુલડૉગ મચિતોની વિદાય વસમી બનતાં રૉબર્ટોએ એનું ક્લોનિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો. ૬૧ વર્ષના રૉબર્ટોને ૧૪ વર્ષોથી સથવારો આપતા એ શ્વાનના મૃત્યુની આશંકાથી રૉબર્ટોએ ટેક્સસની એક કંપનીને એનો ક્લોન બનાવવાનો ઑર્ડર આપ્યો. શ્વાન મચિતો ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં મૃત્યુ પામ્યો પછી બરાબર એક વર્ષે ગઈ ૭ ફેબ્રુઆરીએ વિયાજેન પેટ્સ કંપનીમાં ક્લોનિંગ કરીને મચિતોનો જૈવિક પ્રતિકૃતિ કે જિનેટિક ડુપ્લિકેટ મચિતો ડૉગ તૈયાર થઈ ગયો હતો. જોકે કોરોના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને લીધે રૉબર્ટો ડૉગીને લેવા માટે ટેક્સસ જઈ ન શક્યો. છેવટે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં તે ટેક્સસ પહોંચી શક્યો અને ૧૦ એપ્રિલે વહાલા શ્વાનના જિનેટિક ડુપ્લિકેટ જોડે રૉબર્ટોનું મિલન થયું ત્યારે ભાઈસાહેબને ધરપત થઈ.

united states of america offbeat news hatke news international news