કેમ પેરન્ટ્સે જ દીકરાની રૂમનો તમામ સામાન રોડ પર મૂકી દીધો?

12 August, 2020 08:15 AM IST  |  Las Vegas | Gujarati Mid-day Correspondent

કેમ પેરન્ટ્સે જ દીકરાની રૂમનો તમામ સામાન રોડ પર મૂકી દીધો?

પેરન્ટ્સે દીકારાનો સામાન જ રોડ પર મૂકી દીધો

અમેરિકાના લાસ વેગસમાં વેડિંગ-ઍનિવર્સરી ઊજવતા દંપતીને અચાનક પોલીસે ફોન કરીને કહ્યું કે તમારો ૧૪ વર્ષનો દીકરો એન્જલ માર્ટિનેઝ કાર ઓવર-સ્પીડમાં દોડાવવા બદલ પકડાયો છે. એન્જલે પરિવારની રેન્જ રોવર કાર બેફામ દોડાવીને કરેલા કારનામાની વાત જાણીને તેના પેરન્ટ્સ વેડિંગ ઍનિવર્સરીની ઉજવણી વચ્ચેથી આટોપીને ઘરભેગા થઈ ગયા હતા. જોકે એ ઘટનાથી બન્નેને દીકરા પર બહુ ગુસ્સો આવ્યો હતો. દીકરાને કોઈક તો શિક્ષા કરવી જોઈએ એવું લાગતાં માર્ટિનેઝ દંપતીએ થોડો અલગ રસ્તો શોધ્યો હતો. તેમણે રોષ વ્યક્ત કરવા માટે દીકરાની રૂમમાંનું ફર્નિચર, કપડાં, ટીવી વગેરે મોજશોખની અને દીકરાને ગમતી બધી વસ્તુઓ ઉપાડીને બહાર રસ્તા પર મૂકી દીધી હતી. એન્જલ પાછો આવ્યો ત્યારે માતા-પિતાએ તેને હાથમાં માફીનામું લખેલું પ્લૅકાર્ડ લઈ કલાકો સુધી રોડ પર મૂકેલા બેડ પર બેસાડી રાખ્યો હતો. પ્લૅકાર્ડ પર લખ્યું હતું કે ‘મને માફ કરજો, મેં મારાં માતા-પિતાની કાર ચોરી હતી અને હું રસ્તા પર એને બેફામ સ્પીડથી દોડાવતો હતો.’

las vegas offbeat news hatke news united states of america