આટલું પાતળું ઘર જોયું છે?

11 August, 2020 07:02 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

આટલું પાતળું ઘર જોયું છે?

પાતળું ઘર

આ ઘરનો એક તરફનો ભાગ તો સાવ જ ત્રણ ફુટ પહોળો છે. એમ છતાં અહીં તમામ સવલતોવાળા લક્ઝુરિયસ બે બેડરૂમ અને ત્રણ બાથરૂમ છે. ૧૨૨૨ સ્ક્વેર ફુટનું આ ઘર જસ્ટ બે કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું છે.

બહારથી આ ઘરની તસવીરો જોઈએ તો લાગે એના કરતાં તો કોઈ પૅસેજ પણ મોટો હશે. જોકે એક તરફથી સાવ ત્રણ ફુટની પહોળાઈ ધરાવતું આ ઘર વચ્ચેના ભાગમાં થોડુંક પહોળું જરૂર છે. અમેરિકાના ઇલિનૉઇ રાજ્યના ડીઅરફીલ્ડ શહેરમાં આવેલું આ ઘર બે બેડરૂમ, ડાઇનિંગ રૂમ, બેઠક રૂમ અને ત્રણ બાથરૂમથી સજ્જ છે. આ ઘરમાં બે માળ છે એટલે એનો એરિયા ૧,૨૨૨ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે.

આ ઘર હાલમાં એક રિયલ એસ્ટેટ એજન્સીની સાઇટ પર વેચાણ માટે મુકાયું છે. એની કિંમત અંદાજે ૨,૬૯,૦૦૦ ડૉલર એટલે કે લગભગ બે કરાડ રૂપિયાનો અંદાજ અંકાઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે વેચાણની સાઇટ પર આ ઘરની તસવીરો જોઈને અનેક લોકો એ જોવા આવે છે, પણ હજી સુધી કોઈએ ખરીદવાની તૈયારી બતાવી નથી.

united states of america offbeat news hatke news