ન્યુઝ ઍન્કરે કોરોનાનો રિપોર્ટ વાંચ્યો અને અચાનક થયું આવું

17 May, 2020 07:27 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ન્યુઝ ઍન્કરે કોરોનાનો રિપોર્ટ વાંચ્યો અને અચાનક થયું આવું

ન્યૂઝ એન્કર

કોરોના લૉકડાઉનમાં વર્ક ફ્રૉમ હોમની વિશિષ્ટ સમસ્યાઓ જાણવા મળી રહી છે. તાજેતરમાં અમેરિકાના ફ્લૅરિડા ટીવીની ઍન્કર ઑન કૅમેરા કોરોના વાઇરસ રિપોર્ટ વાંચવાનું શરૂ કરવાની હતી એવામાં તેનો દીકરો દોડતો-દોડતો પસાર થઈ ગયો. એમી અવૉર્ડ વિજેતા WFTV ઍન્કર માર્થા સુગાલ્સ્કી ટૅક્સી અને રાઇડ શૅર ડ્રાઇવર્સ માટે લેટેસ્ટ સેફ્ટી ટિપ્સ લૉન્ચ કરવાની તૈયારીમાં હતી ત્યારે તેનો ૬ વર્ષનો દીકરો હીટન બૂમ પાડતો-પાડતો પાછળથી દોડીને આવ્યો હતો. માર્થા સહેજ ખસિયાણી પડી ગઈ હોય એવું સ્ક્રીન પર દેખાયું અને દીકરો હીટન ફ્રેમમાંથી પસાર થઈ જતાં તેણે સૉરી અબાઉટ ધેટ’ કહીને ડિપાર્ટમેન્ટ ઑફ લેબરની ભલામણનો રિપોર્ટ લૉન્ચ કર્યો હતો. રિપોર્ટ દરમ્યાન સતત બાળકની બૂમાબૂમ સંભળાતી હતી અને માર્થાએ પ્રોફેશનલ તરીકે નજર સીધી કૅમેરામાં રાખીને તેનું બોલવાનું ચાલુ રાખ્યું હતું.

florida united states of america offbeat news hatke news coronavirus