સોયનું કામ તલવારથી થયું: 1 મિનિટમાં 70 દ્રાક્ષ તલવારથી કાપી

02 October, 2019 09:39 AM IST  |  અમેરિકા

સોયનું કામ તલવારથી થયું: 1 મિનિટમાં 70 દ્રાક્ષ તલવારથી કાપી

1 મિનિટમાં 70 દ્રાક્ષ તલવારથી કાપી

અમેરિકાના ઇડાહોમાં રહેતા અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ બનાવવાનું લિટરલી વળગળ ધરાવતા ડેવિડ રશે તાજેતરમાં રિયલ લાઇફ ફ્રૂટ-નિન્જાનો રેકૉર્ડ બનાવ્યો છે. ભાઈસાહેબે એક બૅલેન્સ બોર્ડ પર ઊભા રહીને તલવારથી દ્રાક્ષ કાપવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેની સામે જૉનાથન હૅનન નામના ભાઈએ સામે છેડેથી દ્રાક્ષ ઉછાળવાનું કામ કર્યું હતું અને ડેવિડભાઈએ હાથમાં જૅપનીઝ સમુરાઈ તલવારથી હવામાં જ દ્રાક્ષને ચીરવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો : ચાર્જિંગમાં મૂકેલો સ્માર્ટફોન ફાટતાં 14 વર્ષની ટીનેજરનો જીવ ગયો

આ જોડીએ ૧ મિનિટમાં ૭૦ દ્રાક્ષને કાપવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ડેવિડ પોતે જે બોર્ડ પર ઊભો હતો ત્યાં સંતુલન જાળવવાની ચૅલેન્જ પણ હતી.

united states of america offbeat news hatke news