ગુજરીમાંથી 2500 રૂપિયામાં ખરીદેલા બાઉલના હરાજીમાં 3.6 કરોડ ઊપજશે

04 March, 2021 07:27 AM IST  |  America

ગુજરીમાંથી 2500 રૂપિયામાં ખરીદેલા બાઉલના હરાજીમાં 3.6 કરોડ ઊપજશે

બાઉલ

દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર તો ગુજરી કે ચોક્કસ દિવસે ભરાતી સેકન્ડ-હૅન્ડ આઇટમોની બજારમાં ખરીદી કરી જ હશે. આવા યાર્ડ સેલ કે ગૅરેજ સેલમાં પરચૂરણ સેકન્ડ હૅન્ડ આઇટમ્સનું વેચાણ થતું હોય છે જ્યાં બિઝનેસ લાઇસન્સ મેળવવાં જરૂરી નથી હોતાં.

અમેરિકાના કનેક્ટિકટમાં આવા જ એક સેલમાં ૩૫ ડૉલર એટલે કે અંદાજે ૨૫૦૦ રૂપિયામાં વેચાયેલો નાનો પોર્સલિન બાઉલ ૧૫મી સદીનો ચાઇનીઝ કલાકારી ધરાવતો બાઉલ નીકળ્યો જેની કિંમત ત્રણથી પાંચ લાખ ડૉલર જેટલી એટલે કે લગભગ ૨.૧૮ કરોડથી માંડીને ૩.૬૪ કરોડ રૂપિયા જેટલી થાય છે. લગભગ ૬ ઇંચનો વ્યાસ ધરાવતા આ ચાઇનીઝ બાઉલમાં ફૂલો અને અન્ય ડિઝાઇન્સનું કોબાલ્ટ બ્લુ પેઇન્ટિંગ છે. આખા વિશ્વમાં આવા સાત જ બાઉલ છે અને આ બાઉલ એમાંનો જ એક હોવાનું મનાય છે. ૧૭ માર્ચે આ બાઉલ સૉધબીઝના ઑક્શનમાં વેચાવા મુકાશે.

united states of america offbeat news hatke news international news