પાર્કમાંથી પથરો સમજીને ઉપાડેલો ટુકડો તો 9.07 કૅરેટનો હીરો નીકળ્યો

27 September, 2020 11:53 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

પાર્કમાંથી પથરો સમજીને ઉપાડેલો ટુકડો તો 9.07 કૅરેટનો હીરો નીકળ્યો

પાર્કમાંથી મળ્યો 9 કૅરેટનો હીરો

અમેરિકાના આર્કેન્સન્સ રાજ્યમાં આવેલા ક્રેટર ઑફ ડાયમન્ડ સ્ટેટ પાર્કમાં એક વ્યક્તિને ચળકતો કાચ જેવો પદાર્થ મળ્યો હતો. બાદમાં એ ૯.૦૭ કૅરેટનો ડાયમન્ડ હોવાની ખબર પડી હતી. ૭ સપ્ટેમ્બરના લેબર ડેના દિવસે માઉમેનો બૅન્ક મૅનેજર કેવિન કિનાર્ડ અહીં પાર્કમાં આવ્યો હતો ત્યારે તેણે લખોટી જેવા દેખાતા આ ચળકતા પદાર્થને કાચનો ટુકડો સમજીને પોતાની બૅગમાં મૂક્યો હતો. તેનું નસીબ કહો કે આ ટુકડો તો અહીંના ડાયમન્ડ પાર્કના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોટો હીરો નીકળ્યો. આ પાર્કમાં તે નાનો હતો ત્યારથી જ આવતો હતો. કુલ ૯૧૧ એકર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં સામાન્ય લોકોને જવા દેવામાં આવે છે તેમ જ તેમને હીરા શોધવાની છૂટ પણ આપવામાં આવે છે.

કેવિને કહ્યું કે મારા મિત્રો જ્યારે તેમણે શોધેલી વસ્તુઓને પાર્કના ડાયમન્ડ ડિસ્કવરી સેન્ટરમાં રજિસ્ટર કરાવી રહ્યા હતા ત્યારે મને મારી ઇચ્છા એને આપવાની નહોતી, કારણ કે મને નહોતું લાગતું એ કોઈ મૂલ્યવાન વસ્તુ છે, પણ મિત્રોની દેખાદેખીએ મેં પણ ચેક કરાવ્યું.’

પાર્કના કર્મચારીઓએ કેવિને શોધેલી ચીજ એ પથ્થર નહીં, હીરો હોવાનું કહેતાં તે આશ્ચર્યમાં પડી ગયો હતો. આ વર્ષે અત્યાર સુધી આ પાર્કમાંથી ૨૬૪ હીરા શોધવામાં આવ્યા છે. દરરોજ એકથી બે હીરા અહીં મળતા જ હોય છે.

united states of america offbeat news hatke news international news