જાણો આર્ટિફિશ્યલ વૉટર-ફૉલ સાફ કરતાં કેટલા મળ્યા સિક્કા?

15 August, 2020 07:37 AM IST  |  North Carolina | Gujarati Mid-day Correspondent

જાણો આર્ટિફિશ્યલ વૉટર-ફૉલ સાફ કરતાં કેટલા મળ્યા સિક્કા?

વૉટર-ફૉલમાંથી સિક્કા મળ્યા

અમેરિકાના નૉર્થ કૅરોલિનાના ઍક્વેરિયમના સ્ટાફે તાજેતરમાં તેમનો ૩૦ ફુટ ઊંચો આર્ટિફિશ્યલ વૉટર-ફૉલ સાફ કર્યો ત્યારે તેમને ધારણા ન હોય એવું આશ્ચર્ય થયું હતું. ફેસબુક પર શૅર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળે છે કે સ્મૉકી માઉન્ટેન નામના એ વૉટર-ફૉલમાંથી સિક્કા મળ્યા હતા. કેટલા મળ્યા? બે-પાંચ નહીં, ગણ્યા ગણાય નહીં કે વીણ્યા વીણાય નહીં એટલા. ૧૦૦ ગૅલન કરતાં વધારે વજન થાય એટલા સિક્કા હોવાનું ફેસબુક-પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું. ૧૪ વર્ષમાં ભેગા થયેલા એ બધા સિક્કા સાફ કરીને રાખવામાં આવ્યા છે અને એ રકમનો ઉપયોગ ઍક્વેરિયમ અને અંદરના જળચરોની સારસંભાળ માટે કરવાનો નિર્ણય એના સંચાલકોએ લીધો છે.

offbeat news hatke news united states of america