પૂરા મહિને પેટ પર હજારો મધમાખીની ચાદર ઓઢી આ પ્રેગ્નન્ટ યુવતીએ

08 July, 2020 08:06 AM IST  |  Colorado | Gujarati Mid-day Correspondent

પૂરા મહિને પેટ પર હજારો મધમાખીની ચાદર ઓઢી આ પ્રેગ્નન્ટ યુવતીએ

પેટ પર હજારો મધમાખીની ચાદર

પ્રેગ્નન્સી દરમ્યાન ભલભલી મહિલાઓ પોતાના સંતાનને બધી રીતે પ્રોટેક્ટ કરવા મથતી હોય છે, જ્યારે અમેરિકાના કોલોરાડોના સ્ટીમબોટ સ્પ્રિન્ગ્સમાં મધમાખી-ઉછેરનો વ્યવસાય કરતી મહિલા બેથની કોરુલક બેકરે ગર્ભમાં જ પોતાના બાળકને મધમાખીઓનો અનુભવ કરાવવા સગર્ભાવસ્થામાં અનોખો પ્રયોગ કર્યો હતો. તેની ચામડીને હનીબીની ઍલર્જી હોવા છતાં તેણે પેટ પર અને આખા શરીર પર મધમાખીઓ ચોંટાડીને તસવીરો પડાવી હતી. તેણે પ્રેગ્નન્સીથી ફૂલેલા પેટ પર હજારોની સંખ્યામાં મધમાખીઓને બેસાડી હતી અને સાથે એવો દાવો પણ કર્યો હતો કે મને એક પણ મધમાખીએ ડંખ માર્યો નથી. ફોટોશૂટ માટે આ અખતરો કરતાં પહેલાં બેથનીએ તેના ડૉક્ટરની પરવાનગી લીધી હતી. મૂળ ટેક્સસની રહેવાસી બેથનીએ એ ફોટો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના બી કીપિંગ બેઝિક્સ ગ્રુપમાં પોસ્ટ કર્યો છે.

બે બાળકોની માતા બેથનીને એકાદ વર્ષ પહેલાં ગર્ભપાત થઈ ગયો હતો. એ વખતે બેથની શારીરિક અને માનસિક રીતે ભાંગી પડી હતી. કેટલાક દિવસ તેણે હૉસ્પિટલમાં પણ રહેવું પડ્યું હતું. ત્રીજા બાળકના જન્મ પૂર્વે તેણે મધમાખીઓથી ઘેરાયેલી સ્થિતિમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ મશહૂર થઈ છે, પરંતુ ત્યાંના નેટિઝન્સને એ ફોટો અને વ્યક્તિની વ્યથાકથાનો ખ્યાલ નથી.

offbeat news hatke news colorado international news