આ દસ વર્ષના છોકરાએ ઍપલ માટે બનાવી ઍપ અને બન્યો યંગેસ્ટ ડેવલપર

10 June, 2019 09:38 AM IST  |  અમેરિકા

આ દસ વર્ષના છોકરાએ ઍપલ માટે બનાવી ઍપ અને બન્યો યંગેસ્ટ ડેવલપર

આ દસ વર્ષના છોકરાએ ઍપલ માટે બનાવી ઍપ

અમેરિકાની એક ન્યુઝ વેબસાઇટે આયુષ નામના દસ વર્ષના છોકરાનો ઇન્ટરવ્યુ લીધો હતો. આ કિશોરે ભલભલા ટેક્નિશ્યનો પણ માથું ખંજવાળતા રહી જાય એવું કામ કર્યું છે. તે ચાર વર્ષનો હતો ત્યારથી તેને કોડિંગ કરવાનો શોખ હતો. જોકે તેને પપ્પા અમિત કુમાર વીકમાં એક જ વાર અડધો કલાક માટે આઇપૅડ વાપરવા આપતા હતા. જોકે એમાં પણ તે ખુશ હતો અને એ સમયનો મેક્સિમમ સદુપયોગ કરી લેતો. એક વાર તેના પપ્પાએ તેને ચૅલેન્જ આપી હતી કે જો તું ઍપલની વર્લ્ડવાઇડ ડેવલપર્સ કૉન્ફરન્સમાં ભાગ લેવા યોગ્ય બની બતાવે તો ખરો. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પ્રાથમિક જરૂરિયાત હતી ઍપ બનાવતાં આવડવું.

આ પણ વાંચો : ચિપ્સ કંપનીએ 10,000 ફૂડ-પૅક્સથી ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા

દીકરાની લગન જોઈને અમિતે દીકરા આયુષને કમ્પ્યુટર અને મોબાઇલ વાપરવાનો સમય વધારી આપ્યો. ચોથા ધોરણમાં ભણતા આ છોકરાએ જે ઍપ બનાવી છે એ જોઈને ઍપલ કંપનીએ પણ તેને કૉન્ફરન્સમાં એન્ટ્રી માટે ક્વૉલિફાય કરી લીધો છે. સામાન્ય રીતે બાળકો માટેના સેક્શનમાં ઓછામાં ઓછી ૧૩ વર્ષની વય જોઈએ, પણ આયુષની ટેલન્ટ જોઈને કંપનીએ આ છૂટ આપી છે અને તે યંગેસ્ટ ડેવલપર બની ગયો છે.

offbeat news hatke news